Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જ્યારથી એસ.જે.ડૂમરાળિયા એ ચાર્જ સંભાળ્યો છે,ત્યાર થી તેવો જામનગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણમા સુધારો આવે સાથે જ જામનગર શિક્ષણવિભાગમાં લાંબાસમયથી લાગી ચુકેલા સડાને દુર કરવાની શરૂઆત કરી છે તે ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે,એવામાં સરકારી નાણા ઉચાપત કરનાર એક તાલુકા શાળાના આચાર્ય સામે પોલીસ ફરિયાદ નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફરિયાદ નોંધાવી અને આચાર્ય ને ફરજમોકૂફ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે,
પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે પડાણા તાલુકા શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા અને ગઈકાલે ફરજમોકૂફ કરવામાં આવેલ આચાર્ય વિજયસિંહ સોલંકીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ ના સમયગાળા દરમિયાન પડાણાતાલુકા શાળા હેઠળ આવતી નવ શાળાઓને રાજ્યસરકાર તરફ થી મળતી શિષ્યવૃત્તિ,ગણવેશ અને શાળા સ્વચ્છતા અભિયાન માટેની તેમની જવાબદારી હેઠળની જે ગ્રાન્ટ તેવોને ફાળવવામાં આવી હતી,તેની તેના ફરજના સમય દરમિયાન વિજયસિંહ સોલંકીએ ઉચાપત કર્યાનું સામે આવ્યું છે,
આ ત્રણેય હેડની રકમ જે ૧૯.૮૭ લાખ થાય છે,તે તાલુકા શાળાના આચાર્યએ બારોબાર કરી નાખતા ગતરાત્રીના નાયબ જીલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી પી.એન.પાલાએ મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.