mysamachar.in-જામનગર
શહેર મા છેલ્લા કેટલાક સમયથી વાહનચોરીના સતત વધી રહેલા કિસ્સાઓ એ પોલીસની ઠંડી ઉડાવી દીધી હતી,એવામાં જામનગર એલસીબીને વાહનચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે,અને પોલીસે ચોરીના પાંચ બાઈક સાથે એક કિશોરને ઝડપી પાડ્યો છે,
ઝડપાયેલો કિશોર આ અગાઉ પણ બે થી ત્રણ વખત વાહનચોરીના ગુન્હામાં ઝડપાઈ ચૂક્યાનું પણ ખુલવા પામ્યું છે,જામનગરના રામનગરમા વિસ્તારમાં રહેતો અને વાહનચોરીના ગુન્હામાં ઝડપાયેલો કિશોર પોતાના માતાપિતા સાથે રહે છે,અને તેના પિતા મજુરીકામ કરીને ગુજરાન ચલાવે છે,
પણ કિશોરને બાઈક ચલાવવાનો જબરો શોખ હોય તે શહેરના વિવિધ વિસ્તારોમાં થી બાઈક ની ચોરી કરતો હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે તેના કબજામા થી શહેર ના જુદા જુદા વિસ્તારોમાં થી ચોરી થયેલ પાંચ બાઈક પણ કબજે કરવામાં આવી છે.