Mysamachar.in-સુરત
દારૂની હેરાફેરી કરનાર શખ્સો કોઈને કોઈ યુક્તિ પ્રયુક્તિઓ અજમાવી અને દારૂની હેરાફેરી એવી રીતે કરી લે છે કે ક્યારેક પોલીસ પણ વિચારમાં પડી જાય છે, સુરતમાં આવી જ એક હેરાફેરી સામે આવતા પોલીસ પણ એક તબક્કે વિચારમાં પડી ગઈ હતી, સુરતની ડિંડોલી પોલીસે ચેક પોસ્ટ પાસેથી પસાર થતા ટેમ્પાને અટકાવી તેમાં ચેકિંગ કરતા ટેમ્પામાં ચોરખાનું બનાવી મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનો ભાંડાફોડ કરી પોલીસે દારૂ લાવનાર ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે.
પોલીસે આ મામલે દારૂ મોકલનાર સહિતના ડ્રાઇવર મળી કુલ બે લોકોના વોન્ટેડ જાહેર કરી રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે ટેમ્પોમાંથી દારૂ ઝડપાયો તેમાં ખાસ પ્રકાર નું ચોરખાનું બનાવી આ ચોર ખાનામાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડેલો હતો જેથી પોલીસે ટેમ્પાના ચોર ખાનામાંથી 827 નંગ દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસે આ ગુનામાં વિશ્વ પરમાર, અજય ટોક અને ગોવિંદસિંહ યાદવ નામના ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનામાં દારૂ મોકલનાર ભૈરવસીંગ મારવાડી અને તેના ડ્રાઇવરને પોલીસે વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.