Mysamachar.in-જામનગર
પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે, તેવું ઘણીવખત સામે આવતું હોય છે, ગઈકાલે જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે પુનીતનગર વિસ્તારમાં પાણીમાં ફસાયેલા કેન્સરગ્રસ્ત વૃદ્ધના રેસ્ક્યુ કરી પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ખરાઅર્થમાં સાબિત કરી બતાવ્યું છે.
જામનગર શહેરમાં ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા શહેરના ગાંધીનગરમાં આવેલ પુનીતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી પાણીમાં ફસાયું હતું. પોલીસ આ દંપતીને બચાવવા પહોચી ત્યારે વૃદ્ધાએ પાણીમાંથી બહાર નીકળવાની ના પાડી હતી. જો કે, પોતાના પતિ કેન્સરગ્રસ્ત હોય અને પથારીવશ હોવાથી પહેલા તેના પતિને બચાવવાનું કહેતા સીટી બી ડીવીઝન પીઆઇ કે.જે.ભોયે સ્ટાફના દેવસુર સાગઠીયા સહિતની બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરીને તેમને સલામત પહોચાડવામાં આવ્યા હતા.