Mysamachar.in-કચ્છ
હાલમાં દેશ અને રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે લગ્નની સિઝનમાં પણ લગ્ન પ્રસંગો માકૂફ થઇ રહ્યા છે ત્યારે કેટલાક લોકો તંત્રની પરવાનગી લઇને લોકડાઉનનું પાલન કરી લગ્ન પ્રસંગોમાં માત્ર 10 થી 15 લોકોની હાજરીમાં પ્રસંગની પતાવટ કરી રહ્યા છે. પરંતુ લગ્ન પ્રસંગમાં સોસીયલ ડિસ્ટનસિંગ, ફરજીયાત માસ્ક, સેનેટાઈઝર સહિતની શરતોને આધીન લગ્ન યોજવાની પરવાનગી આપવામાં આવી રહી છે ત્યારે લોકડાઉનનું ઉલ્લંઘન કરી લગ્ન પ્રસંગમાં મંજુરી થી વધુ લોકો હાજર હોય મંજુરી લેનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે,
વાત છે….કચ્છના ભુજોડીની…. ભુજોડી પાસે આવેલા ખાનગી રિસોર્ટમાં ચાલતા લગ્નમાં પોલીસ મળેલ એક વિડીયોને આધારે પહોચી હતી અને લગ્નમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ લગ્ન પ્રસંગમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરવાની સાથે સોસીયલ ડિસ્ટનસિંગ, ફરજીયાત માસ્ક, સેનેટાઈઝર સહિતની તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. લગ્નમાં જાહેરનામાંનો ભંગ થયો હોવાની ફરિયાદ બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. આ લગ્નમાં 80થી વધુ માણસોની હાજરી હતી. અને મોટાભાગના લોકે માસ્કના પહેર્યા હોય મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવી હતી.