• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા, હાલારની 7 સીટો પર કમળ ખીલવવા લોકોને આહ્વાન

My Samachar by My Samachar
November 29, 2022
in રાજકારણ
Reading Time: 1 min read
A A
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા, હાલારની 7 સીટો પર કમળ ખીલવવા લોકોને આહ્વાન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સાંજે જામનગર ખાતે વિશાળ જનમેદનીને  સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં સ્વપ્ન જોયું હતું કે મોરબી જામનગર અને રાજકોટનો પટ્ટો જબરો વિકાસ કરે. આજે આ શહેરો મોટી તાકાત બનીને ઊભા છે .જેને હજુ પણ આગળ વધારવા છે .એક સમયે સાયકલ પણ બનતી ન હતી ત્યાં આજે હવાઈ જહાજના પાર્ટ બને છે.

વિધાનસભાની જામનગરની પાંચ બેઠકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે મળીને હાલારની સાત વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગતરોજ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર આવ્યા હતા. જામનગર- ખંભાળિયા ધોરી માર્ગે આયુર્વેદ રિસર્ચ સેન્ટરના મેદાનમાં યોજાયેલી જાહેર સભામાં તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર અર્થે જવાનો અવસર મળ્યો હતો. ત્યારે લોકો કહેતા હતા કે તમે શું કામ મહેનત કરો છો. સરકાર ભાજપની જ બનવાની છે, પરંતુ મેં જણાવ્યું હતું કે હું જનતા જનાર્જનના આશીર્વાદ લેવા માટે આવ્યો છું.આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર કોઈ લડતું નથી. પરંતુ ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે. જો તારા એક જ સવારે નાદ અને મંત્ર સાંભળવા મળી રહ્યો છે કે ફિર એક બાર મોદી સરકાર ભાજપા સરકાર.

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો ટાંકણે લક્ષ્મીજી ઘરે પધારે તે માટે ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે. ઘરને તોરણ બાંધવામાં આવે છે. લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ ગુજરાતમાં સમૃદ્ધિ લાવવી હોય તો રોડ, રસ્તા, પોર્ટ,  એરપોર્ટ ટનાટન રાખવા પડે. ગુજરાત માં માળખાકીય સુવિધાઓ વધુ ભવ્ય બને મજબૂત બને તે માટે કામ ચાલી રહ્યું છે.તેથી લક્ષ્મી જી પણ અહીં જ આવવાનું મન કરે.  ગુજરાતમાં શહેર હાઇ-વે જોડવાનું માહા અભિયાન ચાલે છે. પ્રગતિપથ, વિકાસ પથ, કિસાન પથ અને પર્યટનની સંભાવનાઓ માટે ઉત્તમ સુવિધા ગુજરાતને આગળ વધારી રહ્યા છે.

જામનગરના વિકાસ અંગે તેમણે કહ્યું હતું કે અહીં ફલાયઓવર બીજનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત જામનગર -કાલાવડ ફોર લેન રોડ બનવાનો છે. તેમજ સમુદ્રકાંઠાનો પણ સાગરમાલા યોજના દ્વારા વિકાસ થઈ રહ્યો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સિગ્નેચર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે, તો શિવરાજપુર બીચ મશહુંર થઈ ચૂક્યો છે  દુનિયામાં ટુરીઝમનો તેજી થી વિકાસ થઈ રહ્યો છે  ત્યારે ગુજરાતમાં પણ ટુરીઝમને વેગ આપવામાં આવે છે , હવે દુનિયાના લોકોને ભારત જોવું છે વિદેશથી આવનારા ઓ ફક્ત આગ્રાનો તાજમહેલ જોઈને પરત જતા નથી પરંતુ ગુજરાતમાં આવે છે. અહીં સરદાર સ્મારક જોવા માટે દુનિયાભરના લોકો લાઈન લગાવે છે. આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી પરંતુ આગામી 25 વર્ષના દેશનું ભવિષ્ય નક્કી કરવા માટેની છે. આ તકે તેમણે જામનગરના બાંધણી ઉદ્યોગ અને બ્રાસપાટ ઉદ્યોગને પણ પોતા ના પ્રવચન માં સ્થાન આપ્યું હતું.

મેં સપના જોયું હતું કે મોરબી, જામનગર અને  રાજકોટનો પટો વિકાસ કરે .જે માટે કામ થઈ રહ્યું છે. વિકાસ હજી પણ આગળ વધારવો છે. એક સમયે સાયકલ પણ બનતી ન હતી ત્યાં આજે હવાઈ જહાજ બની રહ્યા છે.લઘુ ઉદ્યોગો ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડનું ભંડોળ ન એમ એસ એમ ઈ ઉદ્યોગોને આપવાની વ્યવસ્થા કરી હતી. દુનિયાભરમાં નોકરીઓમાં છટણી કરવામાં આવતી હતી. ત્યારે અહીંના  ઉદ્યોગો સતત ચાલતા રહ્યા હતા  અને હવે તો એવો નિયમ બનાવી નાખવામાં આવ્યો છે કે 200 કરોડ સુધીના ટેન્ડરોમાં ઉપયોગમાં લેવાતી  આઈટમ ભારતીય બનાવટની ઉપયોગમાં લેવાની રહેશે. એટલે કે તેનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આમ હવે સરકાર પણ ખરીદનાર બની છે .કરણ કે યુવા શક્તિ ઉપર ભરોસો છે.

આરોગ્ય વિષય ઉપર બોલતા તેમણે કહ્યું હતું કે ગરીબ પરિવારના બાળકોને ભાષાની અગવડતાને કારણે  તબીબી શિક્ષણથી વંચિત રહે નહિ તે માટે એન્જિનિયરિંગ અને મેડિકલનો શિક્ષણ માતૃભાષામાં મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતે ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. તેની ચર્ચાઓ તાજેતરમાં બાલી નામના દેશમાં યોજાયેલ સંમેલનમાં મેં સાંભળી હતી. દુનિયાભરના ડિજિટલ પેમેન્ટમાં 40% હિસ્સો ફક્ત ભારતનો છે. જ્યારે બાકીના 60%  ડિજિટલ પેમેન્ટમાં આખી દુનિયાનો સમાવેશ થાય છે. મોબાઈલ ફોન ગામડે ગામડે પહોંચ્યા છે. તેના ડેટા પણ સસ્તા કરવામાં આવ્યા છે. મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ભારત દુનિયા માં બીજા નંબરનો દેશ છે. તેમણે પોતાના પ્રવચનમાં આરોગ્ય,  પાણી, ખેતી,સિંચાઈ  સહિત ના પ્રશ્નો સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીને ચીતાર પણ આપ્યો હતો.

આયુર્વેદ ક્ષેત્રમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયામાં ડંકો વગાડશે અને તેનું રિસર્ચ  સેન્ટર જામનગરમાં આકાર પામનાર છે, સામે તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કોંગ્રેસ ને આડે હાથ લેતા જણાવ્યું હતુ કે  તેમના શાસન માં આસુરક્ષા, અશાંતિ ,વોટબેન્કની  રાજનીતિ આ પ્રકારનું જ બધું  ચાલતું હતું. સેનાના  હાથ બાંધી રાખવામાં આવતા હતા. જ્યારે વર્તમાન સરકાર દુશ્મનો સામે આંખ લાલ કરીને જવાબ આપે છે.

પોતાના પ્રવચનના અંતમાં તેમણે જણાવ્યું હતું સૌની યોજના જાહેર થઈ ત્યારે લોકો મારી મજા પડાવતા હતા એ સમયે પાણી માટે લોકોને આંખમાં પાણી આવી જતા હતા જ્યારે આજે લોકોને આંખ સામે પાણી દેખાય છે. વીજળી, પાણી, સડક સહિતની સુવિધાને કારણે દુનિયાભરના ઉદ્યોગો અહીં આવે છે. અને અંતમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે આપ લોકોને જઈને કહેશો કે વડાપ્રધાન નહિ પણ  આપણા નરેન્દ્રભાઈ જામનગરમાં આવ્યા હતા. કારણકે મારે દરેક વડીલોના આશીર્વાદ લેવા છે.આમ તેઓ એ લગભગ 30 મિનિટનું ભાષણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રભારી અભયસિહજી, પ્રદેશ મોરચાના અધ્યક્ષ પ્રશાંત ભાઈ કોરાટ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ ધારાસભ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય 77-78-79 વિધાનસભાના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, 76-વિધાનસભા ઉમેદવાર મેઘજી ચાવડા, 77-વિધાનસભાના ઉમેદવાર રાધવજી પટેલ, 78 ઉતરના રીવાબા જાડેજા, 79-દક્ષીણના દિવ્યેશ અકબરી, 80-જામજોધપુર, 81-ખંભાળિયા, 82 દ્વારકાના પબુભા માણેક, દ્વારકા જીલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલ, જામનગર જિલ્લા સંગઠન અધ્યક્ષ રમેશભાઇ મુગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, સહીત વિશાળ સંખ્યામાં હોદેદારો, કાર્યકર્તાઓ સહીત જનમેદની ઉપસ્થિત રહેલ. સભાનું સફળ સંચાલન શહેર સંગઠન મહામંત્રી મેરામણભાઇ ભાટુ, તથા જિલ્લા સંગઠન મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કરેલ, આભારવિધિ ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા દ્વારા કરવામાં આવેલ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®