Mysamachar.in-જામનગર:
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર ખાતે ભવ્ય સભા યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન સાથે જ જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી (જામસાહેબ) શ્રી સાથે આત્મીય મુલાકાત કરી. ટ્વિટરના માધ્યમથી આ મુલાકાતની માહિતી સાર્વજનિક કરેલ. આ તબ્બકે જામસાહેબશ્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઘડી પહેરાવેલ. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધનને સાંભળવા વિશાળ જનમેદની પહોચી હતી અને મોદી મોદીના નારા લગાવ્યા હતા.
આ સભાના પ્રારંભમાં કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલએ 400 પાર સીટ તથા ગુજરાતની પ્રત્યેક સીટ ઉપર 5 લાખની લીડ લઇ આવવા અપીલ કરેલ. 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પુનમબેમ માડમ તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને ફરી વોટ આપી ઐતિહાસિક હેટ્રિક ના સહભાગી બનવા લોકોને અપીલ કરેલ
ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના વિધાનસભા ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ જણાવેલ, કે કોંગ્રેસમાં મજૂરી કરી છે, તેમનું નેતૃત્વ એવા લોકોના હાથમાં છે કે જે સોનાની ચમચી સાથે જમ્યા છે, તેમનામાં જનતાની તકલીફ સમજવાની સમજણ નથી. આપણે તેમને મત આપવાની ભૂલ ન કરીએ અને દેશના વિકાસને આગળ વધારવા નરેન્દ્રભાઈ મોદીજીને જિતાડીએ. રામમંદિરની સાથે સાથે દ્વારકા, સરદાર પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી), સોમનાથ જેવા સ્થળોના વિકાસની વાત કરી પુનમબેમ માડમને માત્ર જીત નહિ પણ સૌરાષ્ટ્રની સૌથી વધુ લીડ મળે એ રીતે જીતાડવાની અપીલ કરી.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી આર.સી.ફળદુએ ભુપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના લોકો માટે સતત કાર્ય કરી રહી છે. પાણી, વીજળી, સિંચાઈ યોજના, માર્ગ – રસ્તા જેવા કાર્ય સતત થતા રહ્યા છે, રાજ્યની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. મોદીજીએ આદર્શ પ્રધાનમંત્રીની છબી દર્શાવી છે. નાત-જાતના ભેદ ન રાખીને દરેક દેશવાસીનું કાર્ય કર્યું છે. આ ચૂંટણીમાં અન્ય પક્ષ મોદીજીને હટાવવા એક થયા છે ત્યારે આપણી ફરજ છે કે, દેશના વિકાસ માટે આપણા સંતાનોના સારા ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ મોદીને જિતાડીએ આ ચૂંટણી હિન્દુસ્તાનની અસ્મિતાની ચૂંટણી છે.
12-લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પુનમબેમ માડમએ જણાવેલ કે જયારે જયારે પ્રધાનમંત્રી આપણી વચ્ચે આવ્યા છીએ ત્યારે ત્યારે આપણે વિકાસની ભેટ આપી જ છે. મારી આ દશ વર્ષની યાત્રામાં તમારો સૌનો સાથ મળ્યો છે. મોદીજીએ સરકારી તમામ યોજના ધર ધર સુધી પહોંચે તે રીતની વ્યસ્થા કરી છે. તેમાં રાજ્ય સરકારનો પણ સાથે મળ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જયશ્રી રામના જયઘોષ સાથે જણાવેલ કે, આઝાદ ભારતની આ પ્રથમ ચૂંટણી છે કે જેમાં આખો દેશ એક અવાજે મોદીસાહેબ સાથે છે, રામમંદિરના નિર્માણ કરનારને દેશનું સુકાન સોંપવા દેશની જનતા આતુર છે. આજે દેશના જનજનમાં વિશ્વાશ છે કે “મોદી છે તો મુમકીન છે” સૌનું કલ્યાણ, સૌની સુરેક્ષા, સૌની સલામતી એ મોદી સાહેબના સાશનની ગૅરંટી છે. છોટી કાશી વતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વાગત કરેલ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે, આમતો ગુજરાતમાં મત માંગવા આવવાનું જ ન હોય, હું પ્રચાર માટે નથી આવ્યો, પ્રેમનો આસ્વાદ લેવા આવ્યો છું. તેઓએ પોતાના સમય જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમય યાદ કર્યો. તેઓએ એ સમય ને યાદ કરતા જણાવેલ કે જામનગર ભૂચરમોરી ખાતે તેઓ તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા જેઓએ મુલાકાત કરેલ. 2014 અને 2019 કરતા 2024 ના પ્રચારમાં વધુને વધુ પ્રેમ મળી રહ્યો છે. દરેક જગ્યાએ એક જ સ્વર આવી રહ્યો છે, “ફિર એક બાર મોદી સરકાર”.
કોંગ્રેસની રાજનીતિ કૂટપ્રચારની છે. આજે આખી દુનિયામાં ભારતનું સન્માન વધુ છે. ત્યારે કોંગ્રેસના યુવરાજ વિદેશમાં ભારત વિરુદ્ધ પ્રચાર કરે છે !, 2014 માં દુનિયામાં ભારતનું અર્થતંત્ર 11 માં સ્થાને હતું, આજે પાંચમા સ્થાને છે. તેઓએ વિશેષથી જણાવેલ કે તેઓના સંકલ્પ તેઓએ આ ટર્મમાં પુરા કરવા છે. તેઓએ જણાવેલ કે, તેઓનો સંકલ્પ ભારતને દુનિયાની પ્રથમ અર્થવ્યસ્થા બનાવવાનો છે. અને ત્યારે ભારત આત્મનિર્ભર હશે, એ સમયે યુવાનોના સપના પુરા થશે. કોંગ્રસના નેતા વોટ જેહાદની વાત કરે છે. કોંગ્રેસ જાતિના નામ પર સમાજના ભાગલા અને તૃષ્ટિગુણ થી મત મેળળવા, આ બે વાત પર ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસ મુસ્લિમ અનામતની વાત કરી રહી છે.
તેમને વધુમાં જણાવેલ કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી દેશના ધર્મના આધારે ભાગલા પાડવા નહિ દઉં. કોંગ્રેસ રામમંદિરની મજાક કરે છે, હિન્દૂ ધર્મની શક્તિને નકારે છે. સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને માનવા તૈયાર નથી. એટલે જ કહી છું કે કોંગ્રેસથી સાવધાન રહો. કોઈ તરફ નારાજગી હોય તો તે માટે કોંગ્રેસને મત આપવાની જરૂર નથી. કોંગ્રેસ પાસે 272 ઉમદેવાર જ નથી, તો સરકાર ક્યાંથી બનાવશે ? આગામી દિવસોથી વિમાન, અગ્રિકલચર, ઇલેક્ટ્રિક વિહિકલ ગુજરાતમાં બનશે. ગુજરાત ગ્રીનહાઈડ્રોજન નું હબ બનવા જઈ રહ્યું છે.સોલાર પેનલ માટે સબસીડી મળશે, તેઓ એ જણાવેલ કે “મારુ સપનું છે કે, ગુજરાતના તમામ ઘરોમાં વીજળીબિલ ઝીરો થાય”. આ ઉપરાંત પીએમ નરેન્દ્રમોદીએ પોતાના ભાષણમાં જ 12-લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડથી જીત અપાવવા સંસદીય ક્ષેત્રના લોકોને અપીલ કરી હતી.
આ જંગી જનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, 12-લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, રાઘવજી પટેલ, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ, ડો. વિનોદ ભેંડેરી, બ્રિજરાજસિંહ ઝાલા, હરીશભાઈ મચ્છર, ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા જયેશભાઇ વ્યાસ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ,
જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, ઇન્ચાર્જ, દેવભૂમિ દ્વારકા, મહેન્દ્રસિંહ સરવૈયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, મેયર વિનોદ ખીમસુરિયાં, વત્સલભાઈ ટાંક, યુવા સ્કોલરશીપ લાભાર્થી, ક્રિષ્નાબેન સોઢા, ડે મેયર, મણીબેન વસોયા, વિશિષ્ટ વ્યક્તિ, ગોલ્ડ મેડાલીસ્ટ, ચંદ્રિકાબેન રામાવત, પી.એમ.એ.વાય, જીગ્નાબેન ત્રિવેદી, ઉજ્વવળ યોજના લાભાર્થી, પ્રદીપભાઈ ખીમાણી ઇન્ચાર્જ પોરબંદર, ભાનુભાઇ મેતા ઇન્ચાર્જ જામનગર જિલ્લો, પરેશભાઈ પનારા અન્નદાતા કિશાન નિધિ લાભાર્થી, ઉપરાંત આણંદાબાવા સંસ્થાના દેવપ્રસાદજી, ખીજડા મંદિરના કૃષ્ણમણીજી, મોટી હવેલીના વલ્લભરાયજી, સ્વામિનારાય મંદિરના મહંતશ્રીઓ સહીત સામાજિક સંસ્થાના હોદેદારો, કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, યુવાઓ, સહીત વોર્ડ કાર્યકર્તા સહીત પેઈજ પ્રેમુખો ઉપસ્થિત રહ્યા હતા.