Mysamachar.in-ગાંધીનગર
ગત્ મંગળવારે વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાને શ્વાસની તકલીફ સંદર્ભે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી, આજે શુક્રવારે વહેલી સવારે 03/30 કલાકે વડાપ્રધાનનાં માતાએ અંતિમ શ્વાસ લીધાનું તબીબોએ જાહેર કરતાં વડાપ્રધાન તાકીદે અમદાવાદ આવી પહોંચ્યા હતાં અને ત્યારબાદ તેઓ સીધાં જ તેઓનાં ભાઈ પંકજ મોદીનાં નિવાસસ્થાને રાયસણ ખાતે પહોંચી ગયા હતાં.
વડાપ્રધાને અંતિમયાત્રામાં માતાને કાંધ આપી હતી અને ટ્વીટ દ્વારા બાદમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે સેક્ટર-30 માં રાખવામાં આવ્યા હતાં. આ તકે સમગ્ર મોદી પરિવાર ભાવુક બનેલો જોવા મળ્યો હતો. વડાપ્રધાનનાં માતા હીરાબાનુ 100 વર્ષની વયે નિધન થયાનું જાહેર થયંક છે.મોદીના માતાના નિધનને પગલે દેશના અન્ય રાજ્યના નેતાઓ પણ ગાંધીનગર ખાતે જોવા મળ્યા હતા.