Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે ત્યારે તેમના હસ્તે જામનગર શહેરના વિવિધ વિકાસકામોનો ઈ લોકાર્પણ અને ઈ ખાતમૂહર્ત સંપન્ન થયા છે જેમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના કેટલાક કામોનો સમાવેશ થાય છે જે મહત્વના કામોના લોકાર્પણ થતા શહેરીજનોની સુવિધાઓમાં વધારો થશે
-રૂ.25 કરોડના ખર્ચે ભૂજીયા કોઠાના રીસ્ટોરેશન (ફેઝ-૧) નું ઇ-લોકાર્પણ
ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળરૂપી કડી એટલે ભૂજીયો કોઠો, વર્ષ 1852માં આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતને હાલ 173 વર્ષ થયા છે. આ રક્ષિત સ્મારકને આટલા વર્ષોમાં થયેલ વાતાવરણની વિપરીત અસરો તેમજ વર્ષ 2001ના ભૂકંપમાં થયેલ ક્ષતિને દુરસ્ત કરવા જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂ.25 કરોડના ખર્ચે ભૂજિયા કોઠાનું રીસ્ટોરેશન (ફેઝ-1) કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલ ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનું રી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રીસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રીસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનું રી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલ મૂર્તિઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સીસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.
-રૂ.41.89 કરોડના ખર્ચે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ
આ બ્રિજની કુલ લંબાઈ (રેલ્વે પોર્શન સહિત) 733.86 મીટર, પહોળાઈ 11.80મીટર તથા ઉંચાઈ 8705 મીટર છે. આ બ્રિજ થકી કાલાવડ નાકા બહારના તમામ વિસ્તારોને રાજકોટ રોડ તરફ સીધો અને સરળ પ્રવેશ તથા નિકાસ ઉપલબ્ધ થશે. હાપા માર્કેટિંગ યાર્ડના ભારે વાહનોને રેલ્વે ક્રોસિંગ પર થતી લાંબી કતારમાંથી મુક્તિ મળશે. અકસ્માત તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનું નિવારણ થશે. જેને લીધે સમય તથા ઇંધણની બચત થશે.
-રૂ.41.77 કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-1) બનાવવાના કામનું ઇ-ખાતમુહૂર્ત
જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર, વિશાળ હોટેલ પાછળ, ટીપી સ્કીમ નં.2, અંતિમ ખંડ નં.98માં રૂ.41.77 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-1) બનાવવામાં આવશે. જેમાં વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, જુડો, કરાટે, કબડ્ડી, રેસ્લીંગ, ટેકવોન્ડો, ઓલીમ્પિક સાઈઝ સ્વીમીંગ પુલ, ફર્સ્ટ એઇડ રૂમ, મીડિયા / વિડીઓગ્રાફર રૂમ, પ્લેયર્સ એન્ડ રેફ્રી રૂમ, ટોઇલેટ બ્લોક, એથ્લેટીક લોન્જ, લોકર્સ એન્ડ ટોઇલેટ, સ્ક્વોશ કોર્ટ, રીક્રીએશનલ એરિયા (ઇન્ડોર ગેઈમ્સ – કેરમ, ચેસ), કોન્ફરન્સ રૂમ, પ્રેસ લોબી, મીડિયા વેઇટીંગ, વી.આઈ.પી. લોન્જ, વ્યુઇન્ગ ગેલેરી, રીફ્રેશમેન્ટ કાફે, જીમ્નેશીયમ, ફીઝીયોથેરાપી રૂમ વગેરે સવલતોનો સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મધ્ય ભાગમાં રણમલ તળાવ પાસેના એક માત્ર સ્પોર્ટસ કોમ્પલેક્ષ કે જે શહેરની વસ્તી તથા વિસ્તારના પ્રમાણમાં પૂરતો ન હોવાથી, રમતવીરો તથા શહેરની સ્વાસ્થ્યપ્રિય જનતા માટે એક સુવિધાસભર સ્પોર્ટસ કોમ્પલેક્ષ પ્રાપ્ત થશે. જેમાં દૈનિક પ્રેકટીસ તેમજ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજી શકાશે. માટે રમતવીરો માટે આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખુબ જ ઉપયોગી થશે.