Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે કોઈપણ કંપની એ સરકારી વિભાગે કોઈ માલિકીની જમીન પર કોઈ કામગીરી કરવાની થતી હોય ત્યારે જે તે માલિકીની સહમતી મેળવી અને તેની જમીનનું યોગ્ય વળતર આપ્યા બાદ જ તે જમીન પર જે-તે કામગીરી કરવાની થતી હોય છે,
પણ જામનગર ના મોટીખાવડી નજીક એક સોની પરિવારની જમીનમાં ગેઈલ ઇન્ડિયા કંપની દ્વારા સહમતી કે વળતર આપ્યા વિના એક પાઈપલાઈન તો જમીન નીચે વર્ષો પૂર્વે બેસાડી દેવામાં આવી પણ વધુ એક પાઈપલાઈન બિછાવવાનું શરૂ થતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે,અને કંપની સામે કુલમુખત્યારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે,
જામનગરના મોટીખાવડી નજીક ઉષાબેન હરીલાલ સોની અને શારદાબેન જેન્તીલાલ સોનીની સંયુક્ત માલિકીની ૭ વીઘા જેટલી જમીન આવેલી છે,જેના કુલમુખત્યાર તરીકે અમિતભાઈ અને પંકજભાઈ બંનેનો આક્ષેપ છે કે તેવોની જમીનમાં ૨૦૦૭/૦૮ના સમયગાળા દરમિયાન માલિકીની જમીનના કોઈ માલિકોની સહમતી વિના જ તેની જમીનમાં થી ગેસની પાઈપલાઈન ગેઈલ ઇન્ડિયા લીમીટેડ કંપની દ્વારા બિછાવી દીધા બાદ પરિવારે જયારે ૨૦૧૬મા આ જમીનને ફેરમાપણી કરાવવા માટેનું નક્કી કર્યું અને સર્વેયર સહિતની ટીમો બોલાવી ત્યારે માલુમ પડ્યું કે જમીન નીચેથી પાઈપલાઈન બિછાવી દેવામાં આવી છે,
પરિવારે તપાસ કરી તો જમીનમા થી ગેઈલ ઇન્ડિયા કંપનીની પાઈપલાઈન પસાર થઇ રહી હોવાનું માલુમ થતા તેવોએ કંપનીને આ અંગેની જણા કરતાં કંપનીએ અરજદાર ને આ અંગે તપાસણી કરી લેશું તેવી વાત કરી હતી,જે બાદ અરજદારો દ્વારા પણ આ અંગે કંપની સહિતનાઓ ને યોગ્ય કાર્યવાહી અર્થે નોટીસો પણ આપવામાં આવી હતી.,અને અનેકવખત વાંધાઅરજીઓ પણ કરી હતી,અને આ પ્રશ્ન ચાલી આવતો હતો
એવામાં વધુ એક વખત જમીનમાં બિછાવેલી લાઈનને સમાંતર લાઈન ની કાર્યવાહી માટે સક્ષમ અધિકારી દ્વારા અરજદાર ને જમીન સંપાદન માટેની નોટીસ પણ આપી દેવામાં આવતા અરજદારોનો આક્ષેપ છે કે વર્ષોપૂર્વે પોતાની જમીનમાં નાખેલી લાઈનનો પણ વળતર નથી મળ્યું કે સહમતી વિના જ નાખી દેવામાં આવી છે,તે પ્રશ્ન હજુ અડીખમ છે ત્યાં જ આ રીતે કંપની દ્વારા જમીનસંપાદન માટેની નોટીસ મળતા અરજદારો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના શરણે થયા છે,
સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટીસમાં પણ એ વાતનો ક્યાંક ને ક્યાંક સ્વીકાર કર્યો છે કે એક લાઈન આ જમીનમાં થી પસાર થઇ રહી છે,તે પણ સ્પષ્ટ થાય છે,અને બીજી પાઈપલાઈન નાખવા માટે જમીન સંપાદન કરવા માટે અરજદારને જાણ કરવામાં આવી છે,અને અરજદારનો આક્ષેપ છે કે હજુ તો તે સહમતી આપે તે પૂર્વે જ તેમની જમીનમાં ખોદાણકામ શરૂ કરી દેવામાં આવ્યું છે,
આમ લગડી જેવી જમીન પર સહમતી કે વળતર વિના જમીન બિછાવવાનું પ્રકરણ હાલ તો હાઈકોર્ટ મા પહોચ્યું છે,પણ અરજદારો પોતાની જમીન ને નુકશાનના થાય તે માટે વિવિધ કચેરીઓ ના ધક્કાઓ હાલ ખાઈ રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.