Mysamachar.in-સુરત
તાપી જીલ્લામાં ACBએ એક સફળ ટ્રેપ કરી છે, આ ટ્રેપમાં આ કેસના ફરીયાદીના ઓળખીતા બહેનના વિરૂધ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન મેટર બાબતેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાની એફ.આઇ.આર. રદ કરવા, ફરીયાદીના ઓળખીતા બહેને આ કામના ફરીયાદીને મદદ કરવા કહેલ, જેથી આ કામના ફરીયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવેલી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપેલ હતો. આ પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ હોવાથી અને ગુનાની તપાસ પ્રવિણ મકવાણા કરતા હોવાથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રિપોર્ટ/અભિપ્રાય મોકલવા રીડર પીએસઆઈ પ્રતિક અમીને રૂ. એક લાખની માંગણી ફરીયાદી પાસે કરેલી.
જે પૈકી રૂ. 50 હજાર ગતરોજ અને બાકીના 50 હજાર આવતા અઠવાડીયે ફરીયાદીએ અમીનને આપવાનું નક્કી થયેલું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપેલી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા રીડર પીએસઆઈ પ્રતિમ અમીનએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂ. 50 હજારની લાંચની માંગણી કરી, સ્વીકારી તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરપ્રવિણ મકવાણા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તાપીના વ્યારા સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતેથી 50 હજારની પ્રતિક એમ. અમીન, રીડર પીએસઆઈ પોલીસ અધિક્ષકની કચેરી, વ્યારા, જી. તાપી અને પ્રવિણકુમાર જીવરાજભાઇ મકવાણા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, વ્યારા ને એસીબીએ ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી હતી.