mysamachar.in-જામનગર:
લાલપુર નજીક પોરબંદર રોડ પર આવેલ લાલપુર પેટ્રોલીયમ પંપમાં પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની જાગૃત નાગરિક દ્વારા થયેલ ફરિયાદ ના આધારે સ્થાનિક તંત્ર દ્વારા ૪ માસ પૂર્વે દરોડા પાડીને નમૂના લેવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ માપદંડ મુજબ ન આવતા જીલ્લાના પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરીને વધુ ભાવ લેવામાં આવ્યો હોવા સહિત અન્ય ક્ષતિઓ બહાર આવતા આ પેટ્રોલપંપનો ૨૨ લાખનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે,
લાલપુર નજીક આવેલ લાલપુર પેટ્રોલીયમ પંપમાં ઈંધણમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ બાદ સ્થાનિક મામલતદારે ગત તા.૨૫/૬/૧૮ ના રોજ તપાસ કરતાં આ પેટ્રોલપંપના ટેન્ક નં.૨ અને નોઝલ નં.૧ ને સીલ કરીને ગાંધીનગર એફ.એસ.એલ.માં નમૂના મોકલવામાં આવ્યા હતા જેનો રીપોર્ટમાં ટેન્ક નં.૨નું ઈંધણ યોગ્ય માપદંડ વાળું ના હોવાનું સામે આવ્યું છે,
આવેલ રિપોર્ટના આધારે જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગત તા. ૨૦ના રોજ લાલપુરના આ પેટ્રોલ પંપનું આકસ્મિક ચેકિંગ હાથ ધરતા પેટ્રોલ અને ડિઝલના નિયત દર કરતાં પેટ્રોલમાં રૂપિયા ૨.૦૧ અને ડીઝલમાં ૧.૨૮ વધુ ભાવ લેવામાં આવતો હતો અને ભાવ પત્રક,તેમજ રજીસ્ટર નિભાવવામાં આવેલ ન હોવાના કારણે પંપ પરની ૮ નોઝલ, અને ૪ ટેન્કમાં રહેલ ૨૨ લાખ ઉપરનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.