Mysamachar.in-જામનગર:
જામનગર ચાંદી બજારમાં છેતરપિંડી આચરીને એક ઠગ ટોળકી મહિલા સોની વેપારીની દુકાનમાં હીરાની ખરીદી કરવાના બહાને આવીને સોની વેપારી મહિલાની નજર ચૂકવીને ૩૭ લાખના કિંમતી હીરાની છેતરપિંડી આચરીને નાસી જતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા ચાંદી બજારમાં ચકચાર જાગી છે,
છેતરપિંડીના બનાવની મળતી વિગત મુજબ જામનગર ચાંદી બજાર ખાતે શ્રીનિવાસ જવેલર્સ નામની સોના ચાંદીની પેઢી ધરાવતા સોની વેપારી પલ્લવીબેન સોનીની દુકાને નિલેશભાઈ સહિતના બે શખ્સો હીરાની ખરીદી માટે આવ્યા હતા અને પલ્લવીબેનને જણાવ્યું હતું કે, અમારે હીરાની ખરીદી કરવી છે. આથી મહિલા સોની વેપારીએ 347 નંગ જેવા 402 કેરેટના હીરાના નંગ દેખાડવાની શરૂઆત કરી હતી અને નિલેશભાઈ અને તેના સાગરીતએ હીરા જોઈ રહ્યા હતા, તેવામાં સોની વેપારીની નજર ચૂકવીને અસલી હીરાના પેકેટની જગ્યાએ કાકરા ભરેલ પેકેટ મૂકીને કિંમતી હીરા લઈને જતા રહ્યા હતા,
ત્યારબાદ સોની વેપારી પલ્લવીબેને આ પેકેટ ખોલીને જોયું ત્યારે તેમને ખબર પડી કે તેમના અસલી હીરા ઠગ ટોળકી લઈ ગઈ છે, જેથી તાકીદે જામનગર પોલીસને જાણ કરી હતી અને તેમની સાથે થયેલ છેતરપિંડીના બનાવની ફરિયાદ નોંધાવી છે,
જામનગર ચાંદી બજાર ખાતે ગત તા.૧૯ ના રોજ આ બનાવ બનેલ હોય શ્રીનિવાસ જવેલર્સમાંથી અસલી હીરાના જેની કિંમત ૩૭ લાખ ૮૧ હજાર જેવી કિંમતના કીમતી હીરાની નજર ચૂકવીને છેતરપીંડીનો આ બનાવ સામે આવતા ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારીઓમાં ફફડાટની લાગણી જન્મી છે,
આ બનાવની સીટી-એ પોલીસ મથકે ચીટર ટોળકીના નિલેશ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ ટોળકીને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.