Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત એટીએસની ટીમને વધુ એક સફળતા પ્ર્રાપ્ત થઇ છે, જેમાં 11 વર્ષ પહેલા થયેલી 5 લુંટ વીથ મર્ડરના ગુનામા ફરાર આરોપીને વર્ષોબાદ પણ સફળતા પૂર્વક ગુજરાત ATS ના ટીમે ઝડપી પાડ્યો છે, મોજશોખ પુરા કરવા માટે લુંટ અને હત્યા કરનાર સિરિયલ કિલર આરોપીની ગુજરાત ATS એ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત એટીએસએ અસ્લમ ઉર્ફે અમન શેખની ધરપકડ કરી લીધી છે. જે મૂળ બાલાસિનોરનો વતની છે પરંતુ છેલ્લા 11 વર્ષથી તે સુરતમાં છુપાઈને રહેતો હતો. આરોપી અસ્લમ અને તેના 5 સાગરીતો એ મળી વર્ષ 2008 થી 2011ના સમયગાળામાં 5 હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી અસ્લમ અને તેની ગેંગ ટ્રેકટર લઈને જતા લોકોને ટાર્ગેટ કરતા અને લુંટ ચલાવતા હતા. ઉપરાંત ડ્રાઈવરના હાથ પગ બાંધી જીવતો પાણીમા નાખી હત્યા ને અંજામ આપતા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે,
આ ગેંગે 10 ટ્રેકટર, 12 ટ્રોલી અને એક બાઈકની લુંટ કરી હતી. આરોપી અસ્લમ શેખની પ્રાથમિક પુછપરછમા સામે આવ્યુ કે તેના પિતા કરીમભાઈ શેખ બાલાસિનોર પાસે એક પેટ્રોલ પમ્પ અને ટ્રેક્ટરની એજન્સી ધરાવતા હતા. પરંતુ મિત્રોના રવાડે ચડેલા અસ્લમે કોઠંબા, દેહગામ, મોડાસા અને છોટાઉદેપુર ખાતે હત્યા અને લૂંટ ને અંજામ આપ્યો હતો. ઉપરાંત ગુનાની દુનિયા છોડ્યા બાદ પોતાની ઓળખ છુપાવીને 11 વર્ષ થી રહેતો હતો. જેમા લાલાભાઈ કમલેશભાઈ પટેલના નામથી સુરતના વેસુ વિસ્તારમાં રહેતો હતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. હોસ્પિટલમાં નોકરી દરમિયાન તેણે એક યુવતી સાથે લગ્ન પણ કર્યા અને 3 બાળકો પણ છે. વર્ષ 2011માં છેલ્લી હત્યા અને લૂંટ ચલાવી આરોપી અસ્લમ પહેલા અજમેર, ગોવા અને બાદમા સુરત આવી સ્થાયી ગયો હતો. જોકે આ ગુનાના તમામ આરોપી અગાઉ પકડાઈ ગયા છે.પણ અસલમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.