Mysamachar.in-સુરત:
લોકો હાલના સમયમાં કોરોના મહામારી સામે લડી રહ્યા છે. અને કોરોનાથી બચવા લોકો સેનેટાઇઝર અને હેન્ડવોશનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહેલાના ધંધાનો પર્દાફાશ વધુ એક વખત થયો છે. સુરત શહેરમાંથી નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશ બનાવતું કારખાનું પકડાયું છે, સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ ધરાવનાર હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રૂપિયા 13 લાખની કિંમતના નકલી સેનિટાઇઝર જપ્ત કર્યા છે. નકલી બનાવટો, કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ અને મશિનરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફર્સ્ટ ક્લાસ હેન્ડવોશ, ફર્સ્ટક્લાસ સેનેટાઇઝર, જે.પી ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ,આરૂશ હેન્ડ સેનેટાઇઝર જપ્ત કર્યા છે. ત્યારે હવે કોને કોને વેચાણ કર્યુ અને આલ્કોહોલ ક્યાંથી મેળવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે માલિક યોગેશ ફુલવાણીની અટકાયત કરવામાં આવી છે. જેના 14 નમૂના તપાસ માટે વડોદરાની ઔષધ પ્રયોગશાળા મોકલાયા
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મે. જે. પી. પેઇન્ટલસ એન્ડ કેમીકલ, પ્લોટ નં. 7, 8, ગ્રાઉન્ડ. ફ્લોર, સ્વાગત ઇન્ડરસ્ટ્રીયલ એસ્ટેટ પર સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી. આ દરમિયાન અલગ-અલગ બેચના જુદા જુદા પેકીંગ વાળા ‘ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનીટાઇઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનીટાઇઝર’ બ્રાન્ડનેમ વાળા હેન્ડ સેનિટાઈઝર અને હેન્ડન વોશ વગેરે નકલી બનાવટો પકડી છે. જેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટો, કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી માટે જપ્ત કરવામા આવ્યો છે, આમ આજની આ મહામારીના સમયમાં પણ લોકો આવી છેતરપીંડી કરતા અચકાતા નથી.