mysamachar.in:જામનગર
લીલા નાળીયેર એક્સપોર્ટ કરવાને નામે જામનગરના આઘેડ સાથે દિલ્હીના ત્રણ શખ્સોએ પૈસા પડાવી લઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા સબબની પોલીસ ફરિયાદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ એરફોર્સ રોડ, મયુરનગરમાં વસવાટ કરતા અને ખેતી તેમજ વ્યાપાર સાથે સંકળાયેલા નારણભાઇ દેવશીભાઇ વરુનો સંપર્ક થોડા સમય પૂર્વે દિલ્હી ફરીદાબાદના રોહિતકુમાર સુદ, શીવાંગી રોહીતકુમાર સુદ, નીરજા રોહીતકુમાર સુદ સાથે થયેલ જે બાદ રોહિતકુમાર સુદએ નારણભાઇને વિશ્વાસમાં લઇ HDFC બેંક જામનગર ખાતે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી ભાગીદારીમાં લીલા નાળિયેર વેચવાનો એક્ષપોર્ટનો ધંધો કરવા સારુ 13,85,280/- રૂપિયાના નારણભાઈએ લીલા નાળિયેર આરોપીને મોકલાવેલ,
જેમા 6,75,280/- રૂપિયા બાકી રાખી આરોપી શીવાંગીએ જોઇન્ટ એકાઉન્ટ માંથી પોતાના એકઉન્ટમાં 1,75,000/- રૂપિયા ટ્રાન્સફર કરી લઇ આરોપી નિરજા સુદના એકાઉન્ટમાં 1,20,000/- થાઇલેન્ડમાં પેઢી ખોલવાના નામે પડાવી લઇ એકબીજાને મદદગારી કરી કુલ રૂપિયા 9,70,280/- રૂપિયાની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા સબબની પોલીસ ફરિયાદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.