Mysamachar.in:રાજકોટ
મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમય પાલનતા વધારવા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના અમદાવાદ ડિવિઝનના 5 સ્ટેશનો અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર:
-તારીખ 20.08.2023 થી ટ્રેન નં.20819 પુરી-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.45/01.00 કલાક ના બદલે 00.35/00.45 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 04.50/05.05 કલાક ના બદલે 04.40/04.50 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 05.20/05.30 કલાક ના બદલે 05.10/05.20 કલાકનો રહેશે.
-તારીખ 21.08.2023 થી ટ્રેન નં.22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.55/08.05 કલાકના બદલે 07.45/07.55 કલાકનો રહેશે.
-તારીખ 21.08.2023 થી ટ્રેન નં.12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 12.20/12.35 કલાક ના બદલે 12.10/12.20 કલાકનો રહેશે.
-તારીખ 20.08.2023 થી ટ્રેન નં.12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 12.20/12.35 કલાક ના બદલે 12.10/12.20 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.30/17.40 કલાક ના બદલે 17.25/17.35 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.45/18.00 કલાકના બદલે 17.40/17.50 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાનનો સમય 01.05/01.15 કલાકના બદલે 00.55/01.05 કલાકનો રહેશે.
-તારીખ 18.08.2023 થી ટ્રેન નં.22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
-તારીખ 20.08.2023 થી ટ્રેન નં.15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 08.20/08.30 કલાક ના બદલે 08.10/08.20 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 20.15/20.30 કલાક ના બદલે 20.15/20.25 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 10.35/10.45 કલાક ના બદલે 10.30/10.40 કલાકનો રહેશે.
સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર:
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ નો ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 05.24/05.26 કલાક ના બદલે 05.18/05.20 કલાકનો રહેશે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 06.18/06.20 કલાક ના બદલે 06.06/06.08 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ નો સાબરમતી સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.53/17.55 કલાક ના બદલે 17.52/17.54 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.05/18.07 કલાક ના બદલે 18.00/18.02 કલાકે, આંબલી રોડ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.12/18.14 કલાક ના બદલે 18.07/18.09 કલાકે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.56/18.58 કલાક ના બદલે 18.48/18.50 કલાકનો રહેશે.
-તારીખ 17.08.2023 થી ટ્રેન નં.15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નો ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.14/18.16 કલાક ના બદલે 18.08/18.10 કલાકનો રહેશે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 19.05/19.07 કલાક ના બદલે 18.58/19.00 કલાકનો રહેશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલ્વે તંત્રએ અનુરોધ કર્યો છે.