Mysamachar.in-સુરત:
ક્યારેક કોઈ એવી ઘટના બની જાય કે તે વિચારતા કરી દે છે, સુરતમાં એક કારખાનેદાર સાથે આવું જ થયું જે કિસ્સો ભારે વિચિત્રતા ભર્યો પણ કહી શકાય તેવો છે. કારખાનેદારના ઘરમાં આવેલું કુરિયર ખોલીને જોતા જ પરિવાર ચોંકી ઉઠ્યું હતું. કારણ કે આ કુરિયરમાં કોઈ ભેટને બદલે દારૂનો જથ્થો હોવાથી સૌ ચોંકી ઉઠ્યા હતા.આ પાર્સલો કારખાનેદારની પત્નીએ ખોલતાં એમાંથી 1.35 લાખની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ભટાર ઉમાભવન ખાતે વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિલાઈનું ખાતું ચલાવતા અશોક દીપચંદ્ર ઝવરે તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરી હતી.પોલીસે તપાસ કરતા ચારેય પાર્સલ દિલ્હી માર્ક એક્સપ્રેસથી 9 નવેમ્બરે મોકલાયાં હતાં. પાસર્લો પર કારખાનેદારના આધારકાર્ડની ઝેરોક્ષ અને એક મોબાઇલ નંબર હતો, જે હાલ બંધ છે. કુરિયરબોય કોલ કરીને પાસર્લ આપતા હોય છે જેના કારણે કેટલાક લોકો રસ્તામાંથી પાર્સલો લઈ લેતા હોય છે. આ કેસમાં કુરિયરબોયએ કોલ કર્યા વિના એડ્રેસ પર પાર્સલ મોકલી દેતાં દારૂનું રેકેટ સામે આવ્યું હતું.જો કે કારખાનેદારે આ મામલે પોલીસ ને જાણ કરતા હવે આ અંગેની વિગતો એકઠી પોલીસ દ્વારા કરાઈ રહી છે.