Mysamachar.in-સુરત
લોકડાઉનમાં પાનમસાલા અને દારૂ ગુટખા સહિતની ચીજવસ્તુઓની હેરાફેરી પણ સામે આવી છે, જેમાં વિવિધ તરકીબો પોલીસને પણ પ્રથમ વખત જોવા મળી છે, આવી જ ઘટના વધુ એક વખત સુરતમાં સામે આવી છે, જ્યાં સલાબતપુરા પોલીસે બાતમીના આધારે આંજણા ફાર્મ વિસ્તારમાંથી એક ટેમ્પોને આંતરીને 4.39 લાખ રૂપિયાની કિંમતના 2 હજાર પેકેટ પાનમસાલા કબજે કરીને ડ્રાઈવર સહિત બેની ધરપકડ કરી છે. આરોપીઓ દૂધના કેનની આડમાં પાનમસાલાના પેકેટ સંતાડી હેરાફેરી કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે આંજણા ફાર્મ પાસે ટેમ્પોને આંતર્યો હતો. તપાસ કરતા ટેમ્પોમાં પ્રાથમિક નજરે જાણીતી ડેરીના દૂધના કેન જોવા મળ્યા હતા. જોકે, પોલીસે વધુ તપાસ કરતા તાનસેન પાન મસાલાના 2 હજાર પેકેટ મળ્યા હતા. જેની કિંમત 4.39 લાખ રૂપિયા થાય છે. પોલીસે હાલ સીઆરપીસી 41 વન ડી મુજબ જથ્થો કબજે કર્યો છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે તેઓએ 21 મી માર્ચે ટ્રાન્સપોર્ટ દ્વારા ઇન્દોરથી આ પાન મસાલા મંગાવ્યા હતા. આ પાનમસાલા ઓરિજનલ છે કે નકલી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.