Mysamachar.in-ગાંધીનગર
કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદી મુજબ જાહેર જનતાને શુધ્ધ, સલામત, પોષણક્ષમ્ય આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા પ્રયત્નશીલ છે. પાણીપુરી, ચટણી પુરી વિગેરે ફાસ્ટફુડનો રાજ્યના તમામ નાના-મોટા નાગરીકો રોજિંદા વપરાશ માટે ઉપયોગ કરતા હોઇ તથા હાલની વર્ષાઋતુને ધ્યાને લઇ પાણી-ખોરાક-જન્ય રોગચાળો અટકાવવા તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપુરી વેચતા ફેરીયાઓ વેપારીઓની લારીઓ દુકાનોની તપાસ માટે રાજ્ય વ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવેલ જેમાં પાણીપુરી વેચતા આશરે 4,000 જેટલા ફેરીઆઓ લારીઓ દુકાનોની તપાસ કરવામાં આવેલ હતી અને તપાસ દરમ્યાન પાણીપુરી, પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણી, માવો વગેરેના કાચા માલની ગુણવત્તાની ચકાસણી માટે કુલ-636 નમુનાઓ લઇ પુથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
તથા સ્થળ ઉપર તપાસ દરમ્યાન જાહેર જનતાના આરોગ્યને ધ્યાને લઇ પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળેલ વાસી તથા ખરાબ-બગડેલા ખોરાકનો આશરે 1500 કિ.ગ્રા. બટાકા-મસાલો અને આશરે 1,335 લીટર પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણીનો તૈયાર જથ્થો કે જેની બજાર કિંમત અંદાજે રૂ. 90,569/- થવા જાય છે તેનો નાશ કરવામાં આવેલ જેને કારણે રાજ્યમાં ચોખ્ખાઇનું પાલન ન કરતા પાણીપુરી, ચટણીપુરી વેચતા ફેરીઆઓ-વેપારીઓમાં ફફડાટ ફેલાયેલ છે.