My samachar.in:ગુજરાત
રાજ્યના મેટ્રો શહેરોમાં બહાર સ્પાના બોર્ડ મારી અને કેટલાય એવા સ્પા છે જેમાં દેહવિક્રયના ધંધા ચાલે છે, પોલીસને જયારે જયારે આવી માહિતી મળે ત્યારે ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત અને રાજકોટ એમ બે શહેરોમાં પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો છે.પ્રથમ રાજકોટની વાત કરવામાં આવે તો શહેરના એરપોર્ટ રોડ પર આવેલ જનતા જનાર્દન સોસાયટીમાં એમ-લાઇટ નામના સ્પામાં દરોડો પાડી સ્પાની આડમાં થતા ગોરખધંધાનો પર્દાફાશ કરી સંચાલક શ્યામ ગોયલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે સ્પા ખાતે કામ કરતી યુવતીની પૂછપરછ કરતા સંચાલક ગ્રાહકો પાસેથી રૂપિયા 2500 વસુલી યુવતીઓને 1500 રૂપિયા આપી પોતે 1000 રૂપિયા રાખતો હોવાનું કહેતા પોલીસે યુવતીને સાહેદ બનાવી 3 યુવતીને મુક્ત કરાવી આરોપી શ્યામ ગોયલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા કિસ્સામાં સુરતની વાત કરવામાં આવે તો સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં પર વરાછા પોલીસે રેડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કૂટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ લલનાઓને 300 રૂપિયા આપતા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.17,450, રૂ.52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ મળી કુલ રૂ.67,450 નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.






