Mysamachar.in-સુરત
રાજ્યના મેટ્રો સિટીમાં બહાર સ્પાનું બોર્ડ અને અંદર ગોરખધંધા ચાલતા હોવાનું કેટલીય વખત સામે આવી ચુક્યું છે, એવામાં રાજ્યના સુરત શહેરમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગોરખધંધાનો ફરી એક વખત પોલીસે પર્દાફાશ કર્યો છે, શહેરમાં થાઈ મસાજ સેન્ટરના નામે ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસે દરોડાં પાડીને મસાજ પાર્લરમાંથી ચાર યુવતીને મુક્ત કરાવી હતી. આ સાથે જ પોલીસે મહિલા સંચાલિકા સહિત બે લોકોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતના એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમે ઉધના વિસ્તારમાં દરોડા પાડયાં હતાં. પોલીસે બાતમીના આધારે જીવન જ્યોતની સામે આવેલા નાથુ ટાવરમાં ગ્લોરિયસ સ્પાની આડમાં થાઇ મસાજ સેન્ટરમાં દરોડા પાડી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી છે.ગ્લોરિયસ સ્પાની આડમાં તેની મહિલા સંચાલિકા અનિતા લલનાઓ પાસે દેહ વેપાર કરાવતી હોવાની માહિતીને પગલે કાર્યવાહી કરાઇ છે. અહીંથી ચાર યુવતીઓ દેહવિક્રય કરતી મળી આવતાં પોલીસે તેમને મુક્ત કરી સંચાલિકા અનિતા અને નવસારી વિજલપોરનાં પ્રવીણ પાટીલની ધરપકડ કરી હતી. પોલીસે મોબાઈલ અને રોકડ મળી 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈને તપાસ હાથ ધરાઈ છે. સંચાલિકાની તપાસ દરમિયાન ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. મોબાઇલની તપાસમાં અનેક નંબરો મળી આવ્યા છે. હાલ પોલીસે દેહ વેપાર માટે યુવતીઓને ક્યાંથી લવાઈ રહી છે તે અંગે હોવાની માહિતી બાબતે તપાસ શરૂ કરાઇ છે.