Mysamachar.in-અમદાવાદઃ
પરિવારમાં દીકરી સાપનો ભારો હોવાની કહેવત હવે ભુતકાળ બની જશે તેવું આજના યુગ પરથી લાગી રહ્યું છે, પિતાને દીકરી પ્રત્યે કેટલી લાગણી હોય એ સૌકોઇ જાણે જ છે, સામે દીકરીને પણ પિતા પ્રત્યે એટલી જ લાગણી હોય છે, આ લાગણીના સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જતી કહાની અમદાવાદ છે. અહીં કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે પગ ન હોવા છતા દીકરી રિક્ષા ચલાવી બને તેટલી મદદરૂપ થઇ રહી છે. શહેરના રસ્તાઓ પર પુરુષનું કામ કરે ત્યારે દરેક દીકરીના બાપની આંખમાંથી આંસુ સરી પડે છે. તો રિક્ષા ચલાવતી આ મહિલાનું કહેવું છે કે પગ ન હોય તો શું થયું, હિમ્મત તો છે ને !
અંકિતા શાહ નામ દિવ્યાંગ દીકરી પરિવારજનોના ભરણપોષણ અને કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવે છે. અંકિતાનું કહેવું છે કે હું પગથી લાચાર છું પણ મારા ઈરાદા ખૂબ ઊંચા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અંકિતા શાહ મૂળ પાલીતાણાની રહેવાસી છે. જ્યારે તેમના પિતા અશોકભાઈ હાલ ચોથા સ્ટેજના કેન્સરથી પીડાઈ રહ્યા છે. અંતિકાનું કહેવું છે કે હું જન્મથી વિકલાંગ છું અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ પણ છું. પરંતુ દિવ્યાંગ હોવાથી નોકરીમાં તેમજ બીજા વ્યવહારોમાં ભેદભાવ રાખવામાં આવતો હતો. પગાર ઓછો મળતો હોવાથી જરૂરિયાતો પુરી કરવા માટે અન્ય કામો મેળવવા માટે પ્રયત્નો કરવા પડતા હતા. હાલ મારા પિતા કિમોથેરાપી માટે સુરતમાં છે જ્યારે હું અમદાવાદમાં દિવસ-રાત રીક્ષા ચલાવું છું અને બને એટલી પિતાની મદદ કરું છું. મેં દિવ્યાંગ હોવા છતાં હાર માની નથી. પગ ન હોય તો શું થયું પરંતુ અંકિતાએ હિમ્મત નથી હારી, સમાજમાં આવી હિમ્મતવાન દીકરીથી સૌથી કોઇએ પ્રેરણા લેવી જોઇએ.