Mysamachar.in-જામનગર
જામનગરમાં જુદી-જુદી સંસ્થાઓ ખાસ કરીને વેપારી સંસ્થાઓ સ્વૈચ્છીક લોકડાઉનની જહેમત તો ઉઠાવે છે પરંતુ બાદમાં બધુ એનુ એ થઇ જાય છે અને કોરોના સંક્રમણ સામે કેમ લડવુ તે મુંઝવણ વધતી જ જાય છે સાથે-સાથે સોશ્યલ ડીસ્ટન્સ હંમેશા શક્ય છે? એ પણ સવાલ છે. સરકાર તો અનલોક ની દિશામા આવી ગઇ હવે લોકડાઉન તરફ વળવા ખાસ્સી વિચારણા કરવી પડે લોકડાઉન થઇ તો શકે પરંતુ ફરી ધંધા ઉદ્યોગ ના સામાન્ય તો સામાન્ય જે રોટેશન ચાલતા થયા છે તે અટકે જોકે બીજી તરફ વધતા રોગચાળાએ સરકારને પણ લોકડાઉન ભલે થોડુ તો થોડુ કરવા વિચારતા કરી છે,
બીજી તરફ સ્વૈચ્છીક લોકડાઉન માટે તંત્ર આડકતરી પ્રેરણા આપે છે પ્રોત્સાહન પણ આપે છે આજથી જેમ જામનગરમા વેપારીઓ હોલસેલરોએ અમુક કલાક બંધ રાખવા નક્કી કર્યુ છે તે જ રીતે આ પહેલા પણ આવા નિર્ણયો લેવાયા જ છે છતા તકલીફ અને કરૂણતા એ છે તેવી રીતે કરવાથી સંક્રમણ ઘટતુ નથી કેમ કે અમુક કલાક બંધ રહેવાનુ હોય એટલે ખુલ્લુ હોય તે સમયમાં ધસારો વધી જતા માર્કેટમા ગીરદી થવા માંડે છે અને તે જ ચિંતાની બાબત છે માટે તંત્ર સંસ્થાઓ દરેક માટે પડકાર અને વિમાસણ છે કે અમુક કલાક બંધ રાખવાથી ખરેખર ફાયદો છે કે કેમ.?