Mysamachar.in-ગાંધીનગર:
લોકસભા ચૂંટણીઓ અગાઉ ગુજરાત સરકારે રાજયભરમાં મામલતદારોની બદલીઓ કરી છે અને સંખ્યાબંધ નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે નિમણૂંકો આપી છે જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 5 મામલતદાર અને 9 નાયબ મામલતદારના પણ હુકમો બજાવાયા છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના મામલતદાર બી.ટી.સવસાણીની બદલી જામનગર કલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે થઇ છે. દ્વારકા કલેક્ટર કચેરીના મામલતદાર નેહા વી. સોજિત્રાને આ જ કચેરીમાં ચૂંટણી શાખામાં મૂકવામાં આવ્યા છે. જામનગરના ડીઝાસ્ટર મામલતદાર એમ.એમ.કાવડીયાની બદલી જોડિયા મામલતદાર તરીકે, જામનગર કલેક્ટર કચેરીના પ્રોટોકોલ મામલતદાર એમ.બી.ત્રિવેદીને જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ-જાડા માં મામલતદાર તરીકે તથા જામનગર ગ્રામ્યના મામલતદાર ટી.બી.ત્રિવેદીની બદલી જામનગર જિલ્લાના ધ્રોલ મામલતદાર તરીકે કરવામાં આવી છે.
આ ઉપરાંત હાલારના બે જિલ્લામાં કુલ 9 નાયબ મામલતદારને બઢતીઓ આપી મામલતદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં જામનગરના એમ.આર.મારડીયાને અમરેલીના લીલીયા ખાતે, જામનગરના જી.આર.ડાભીને પાટણ ગ્રામ્યમાં, જામનગરના એમ.ડી.ખેરને મામલતદાર તરીકે ઓખામંડળમાં, સુરેન્દ્રનગરથી એમ.બી.દવેને જામનગર ગ્રામ્ય મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજકોટના બી.એમ.ખાનપરાને દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર મામલતદાર તરીકે, મોરબીના અમૃતલાલ ભલાભાઈ પરમારને બઢતી આપીને જામનગર કલેક્ટર કચેરીમાં PRO તરીકે મૂકવામાં આવ્યા છે.
જામનગરના અશ્વિન પ્રાગજીભાઈ ચાવડાને બઢતી આપીને ભાણવડ મામલતદાર તરીકે, જામનગરના એમ.જે.ચાવડાને સરદાર સરોવર નિગમમાં અધિક કલેક્ટરના ચીટનીસ તરીકે તથા આણંદના વિપુલકુમાર કિરીટકુમાર બારોટને જામનગર કલેક્ટર કચેરીમાં પ્રોટોકોલ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.