Mysamachar.in-જામનગરઃ
જામનગરના લાલપુર બાયપાસ રોડ નજીક નામાંકિત એવી મોદી સ્કુલ શૈક્ષણિકકાર્ય ચલાવવાની મંજુરી ના હોવા છતાં પણ શૈક્ષણિક કાર્ય ચલાવી રહી હોય તે બાબતે શિક્ષણ વિભાગે ઢાંકપીછાડો કર્યો હતો આ તો “માયસમાચાર” સમગ્ર મામલાને બહાર લાવ્યું અને જાગૃત નાગરિકો શાળા સામે આગળ આવ્યા માટે નાછુટકે જામનગર જીલ્લા શિક્ષણાધિકારીએ શાળા મંજુરી વિના ચાલતી હોય બંધ કરી દેવાનો આદેશ છ માસ જેટલા સમયગાળા બાદ કરતા શૈક્ષણિક કાર્ય બંધ થયું છે,
ત્યારે આ મામલે જામનગરના આર.ટી.આઈ.એક્ટીવીસટ ભાવિક પાબારી દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગ, શિક્ષણમંત્રી સહિતનાઓને કરવામાં આવેલ લેખિત રજૂઆતની અસર બતાઇ છે, અને ગાંધીનગર થી અરજદાર પાબારીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સચિવ દ્વારા જાણ કરતો જે પત્ર પાઠવવામાં આવ્યો છે, તેમાં જીલ્લા શિક્ષણાધિકારી જામનગર ને આદેશ કરવાંમાં આવ્યો છે કે જે રજૂઆત મોદી સ્કૂલને લઈને મળી છે તે બાબતે સ્થળ તપાસ કરી અને વિગતવાર અહેવાલ 10 દિવસમાં ગાંધીનગર મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે, અને જે બાદ કાર્યવાહી ગાંધીનગર ખાતેથી હાથ ધરવામાં આવે તેવું પણ સ્પસ્ટ કરવામાં આવ્યું છે, હવે મોદી સ્કુલ પાસે ફૂટેલી જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોદીસ્કુલ સામે કેવો અને શું રીપોર્ટ કરી અને શિક્ષણવિભાગને મોકલે છે, કે તેમાં પણ બચવાની ભૂમિકામાં શાળા તરફે રહેશે તે જોવાનું છે.






