Mysamachar.in-ગાંધીનગર;
રાજ્યમાં વિધાનસભાની ચુંટણી પૂર્વે જુદા જુદા વિભાગના અધિકારીઓની બદલીઓનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે ગતરાત્રિના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના 76 અધિકારીઓની બદલીઓ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ફેરબદલ થઇ છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હીરેન્દ્ર ચૌધરીની બદલી મદદનીશ પોલીસ કમિશ્નર ડી ડીવીઝન અમદાવાદ શહેર ખાતે થઇ છે તેમના સ્થાને હાર્દિક પ્રજાપતિને મુકવામાં આવ્યા છે,
જામનગર શહેર DYSP તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા વરુણ વસાવાને મુકવામાં આવ્યા છે,તો જામનગર ગ્રામ્ય DYSP ની ખાલી જગ્યા પર એસીબી અમદાવાદ ખાતે ફરજ બજાવતા ડી.પી.વાઘેલાને મુકવામાં આવ્યા છે, તો જામનગર એસ.સી.એસટી સેલ DYSP જે.એસ.ચાવડાની બદલી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે કરાઈ છે, દેવભૂમિ દ્વારકા એસ.સી.એસ.ટી.સેલ DYSP સમીર શારડાની બદલી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે કરવામાં આવી છે.તો એમ.એમ.પરમારની ગીર સોમનાથથી મુખ્ય મથક દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરાઈ છે,તો રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી.જાડેજાની બદલી મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન અમદાવાદ શહેર તરીકે થઇ જયારે તેમના સ્થાને એસીબીમાં બનાસકાંઠાથી વી.કે.પંડ્યાને મુકવામાં આવ્યા છે.