my samachar.in-જામનગર:
ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળેલ હોય તેવા વાતાવરણ વચ્ચે નીતનવા ફતવા બહાર પાડીને પ્રાથમિક શાળાઓમા શિક્ષણનું સ્તર સુધારવા માટે કેટલાય પ્રયાસો શિક્ષણ વિભાગ દ્વારા અને સ્થાનિક સ્તરે કરવામાં આવતા હોય છે એવામાં કેળવણીની કેડીએ અંતર્ગત જામનગર જીલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં તા. ૧લી સપ્ટેમ્બરથી સવારથી સાંજ સુધી એમ ૭ કલાક જેવો સમય કરવામાં આવતા જીલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોમાં આંતરીક વિરોધનો સૂર ઉઠ્યો છે,અને જામનગર જીલ્લામાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હોવાનું સતાવાર રીતે જાણવા મળી રહ્યું છે,
જામનગર જીલ્લા પંચાયતના ડી.ડી.ઑ.પ્રશસ્તિ પરિક ની સૂચનાના પગલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલે કેળવણીની કેડીએ કાર્યક્રમ હેઠળ તા.૨૪/૮/૧૮ ના રોજ પરિપત્ર જાહેર કરીને જીલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં ૧લી સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૪૫ થી ૫:00 સુધી શિક્ષણ કાર્ય ચલાવવાનું રહેશે,ખરેખર મનોવિજ્ઞાન પ્રમાણે સતત ૭ કલાક બાળકોને ભણવાની ક્ષમતા હોતી નથી,દિવસભર બાળક શાળામાં જ રહેવાથી બાળકોનો સામાજીક વિકાસ અને બાળપણ પણ રૂંધાય,બાળક ખેલકૂદ કે રમતો માટે પણ સમય ન મળે,જેથી અભ્યાસમાં એકાગ્રતા પણ જાળવી ન શકેતેવી ચર્ચા શિક્ષકો માં ઉઠવા પામી છે,
શિક્ષણ વિભાગ દ્વારા આવા નીતનવા અખતરા કરીને એક વર્ષ સુધી કેળવણીની કેડીએ કાર્યક્રમ ચાલુ રખાશે જેનો કોઈ અર્થ રહેતો નથી તેવું શિક્ષણવીદોમાં ચર્ચાઇ રહ્યું છે અને જામનગર જીલ્લામાં જ આવો પ્રથમ અખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે,
આમ શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યક્રમ સામે ક્યાકને ક્યાક જીલ્લા અને જીલ્લા બહારના શિક્ષકોમાં સોશિયલ મીડિયામાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે,શિક્ષક તરીકે ૬૫% મહીલાઓ હોય દિવસભર શાળામાં સમય પસાર કરવો પડે તેમ હોય મહીલા શિક્ષકોમાં પણ દેકારો બોલી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે,
આ મામલે જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી પટેલએ જણાવ્યુ હતું કે,જામનગર જીલ્લામાં કેળવણીની કેડી કાર્યક્રમ અંતર્ગત પ્રથમ પ્રયોગ છે,નબળા બાળકોના અભ્યાસ માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે તેવું અંતે જણાવ્યુ હતું.
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નું આવું છે કેહવું…
છેલ્લા કેટલાક દિવસોથી જામનગર જીલ્લાના શિક્ષકોમા આંતરિક ધૂંધવાટ ઉભો થયો હોય તેમ કેળવણીની કેડીમાં સમય વધારાને મામલે શિક્ષકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે,ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આ મામલે જયારે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ તો બહુ જ સારો છે,અને આ મામલે ડીપીઓ દ્વારા જે પત્ર થયો છે,તે બાબત અમારી પાસે લેખિત રજૂઆત આવ્યેથી જરૂર જણાયે અમે ડીડીઓ અને ડીપીઓને મળીને જરૂરી સુચનો રાજ્ય શિક્ષક સંઘ દ્વારા કરીશું.