Mysamachar.in-અમદાવાદ
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને જશપાલસિંહ જાડેજા સહિતના પર અવારનવાર આક્ષેપો કરવા માટે જાણીતી જામનગરની મહિલા નિશા ગોંડલિયા મુદ્દે એક ખુલાસો થયો છે, અમદાવાદ એટીએસ દ્વારા મુકેશ સિંધી અને અયુબ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ એટીએસ ટીમ દ્વારા જયારે તેની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે નિશાએ પોતે જ પોતાના પર ફાયરીંગ કરાવ્યાની કબુલાત આ બે શખ્સોએ આપી છે, વધુમાં જેના સામે નિશા ગોંડલિયા વારંવાર આક્ષેપો કરતી રહે છે તે જયેશ પટેલ સહિતના સાથે નિશાએ આર્થિક વ્યવહારો કર્યાનું પણ ખુલવા પામ્યું છે,
એક વર્ષ પૂર્વેના ફાયરિંગ કેસ મામલે ATSએ આ કાર્યવાહી કરી છે, અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે નિશાએ જ કાવતરું ઘડીને અને યશપાલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો થવા પામ્યો છે, અને આ મામલો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,
જે તે સમયે નિશા ગોંડલિયા દ્વારા પોતાના પર ફાયરીંગ થયું હોવાની ફરિયાદ કરી અને જયેશ પટેલ યશપાલસિંહ જાડેજા સહિતના વ્યકિતો પર આક્ષેપો કર્યા હતા, અને તેની ફરિયાદ નિશા દ્વારા કરવામાં આવી હતી. જે બાદ આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી અને તે બાદ મોટો ખુલાસો સામે આવ્યો છે કે નિશા ગોંડલિયા અને તેમના મિત્રએ મળીને કાવતરું ઘડ્યું હતું. અને પોતે જ પોતાના પર ફાયરીંગ કરાવ્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. હવે આગામી સમયમાં આ મામલે વધુ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.