Mysamachar.in-ધ્રોલ:જોડીયા:
જેમ જેમ ૨૩ એપ્રિલ નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારો પોતાનો ચૂંટણીપ્રચાર તેજ બનાવી રહ્યા છે,જામનગર લોકસભાની ચૂંટણીજંગમાં સમગ્ર જિલ્લામાં જબરી લોકચાહના ધરાવનાર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પ્રચાર દરમ્યાન કાલાવડના ખરેડી ખાતે બળદગાડા પર બેસીને પ્રચાર કર્યો હતો,તો ૧૨-જામનગર સંસદીયક્ષેત્રમાં આવતા મોરબી તાલુકાના આમરણ ગામે ઘોડે સવારી કરીને લોકસંપર્ક કર્યો હતો,ત્યારે લોકોનું પણ ભાજપની તરફેણમાં અભૂતપૂર્વ જનસમર્થન જોવા મળ્યું હતું,લતીપુર ગામ અને વાકિયા જીલ્લા પંચાયત સીટ પર જાહેર સભામાં પણ માનવમેદની ઉમટી પડતા કેસરિયો માહોલ સર્જાયો હતો,

પ્રવાસ દરમ્યાન ધ્રોલ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ પટેલ સમાજ ખાતે વિશાળ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉમટી પડતા ભાજપની સભાનો સમીયાણો ટૂંકો પડ્યો હતો અને સભા દરમિયાન કાલાવડ તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ સહિત નવ સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે અને કાલાવડ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયાની સ્થિતિ વચ્ચે ભાજપ જીલ્લામાં વધુ મજબૂત બન્યું છે,જોડીયા, આમરણ પ્રચાર દરમ્યાન પૂનમબેન માડમ ઉપસ્થિત હજારોની સંખ્યામાં મેદનીને સંબોધતા ભાવુક બની ગયા હતા,તેમણે જણાવ્યું હતું કે તમારો આટલો બધો પ્રેમ લાગણીને કારણે હું મજબુત બની શકી છું, મને ભાજપ પાર્ટીએ જવાબદારી સોંપી છે તે પૂરેપૂરી નિભાવી લોકઉપયોગી કાર્યો કર્યા છે અને આવનાર સમયમાં પણ કરવાની વાત તેમણે કરી, પૂનમબેને વધુમાં કહ્યું કે દેશને આજે નરેન્દ્રભાઈ મોદી જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે,

પૂનમબેન માડમની 5 વર્ષ દરમ્યાન ધારદાર રજૂઆતને કારણે રાષ્ટ્રીય કક્ષાના ત્રણ ધોરીમાર્ગો મળવા ઉપરાંત જામનગર-દ્વારકા જિલ્લાના છેવાડાના જિલ્લા તરીકે ઓળખાતા હતા, તેને અવ્વલ નંબરનો જીલ્લો બનાવેલ છે,સંસદીયક્ષેત્રના લોકોને સુવિધાઓ મળે તે માટે નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત સ્ટોપેજના મહત્વપૂર્ણ કામો પણ પૂનમબેને જણાવ્યા હતા,

વધુમાં પૂનમબેને જોડિયા તાલુકો પણ જિલ્લાના મુખ્ય પ્રવાહમાં મજબૂત રીતે જોડાય વેપાર અને ધંધાક્ષેત્રે બંદર ક્ષેત્રે પ્રગતિ કરે તેવી કોશિશ કરવામાં આવશે, થોડા સમય પહેલા જોડિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે ખારામાંથી મીઠુ પાણી કરવાના પ્રોજેકટનું ખાતમુહૂર્ત થયું છે તેને કારણે આ પંથક સહિતના લોકોને મોટો ફાયદો થશે,
પૂનમબેન માડમે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નીતિ,દિશા નથી,કોંગ્રેસ માત્ર વિરોધ કરવાનું કામ કરે છે,જ્ઞાતીવાદ,કોમવાદ ફેલાવવાનું કોંગ્રેસને વારસામાં મળ્યું છે,ભાગલાવાદી રાજકારણ ફેલાવે છે,કોંગ્રેસ પક્ષની માનસિકતા નબળી છે,સમગ્ર ભારત દેશની સુરક્ષા કરે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂર હોવાની વાત પણ કરી હતી,

ધ્રોલમાં પણ પૂનમબેન માડમનુ વાજતે-ગાજતે સ્વાગત કરીને ધ્રોલ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પટેલ સમાજ ખાતે જંગી જાહેરસભામાં હજારોની સંખ્યામાં ધ્રોલ તાલુકામાંથી આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા હતા અને પૂનમબેન માડમનું દરેક સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, ધ્રોલના પટેલ સમાજ ખાતે એટલી બધી મેદની ઉમટી પડી હતી કે સભાનો સામિયાણો ટૂંકો પડ્યો હતો,

પૂનમબેન માડમ સાથે પ્રચારઅર્થે જામનગર જિલ્લાની મજબૂત ટીમ દ્વારા પ્રચારકાર્ય શરૂ કરવામાં આવ્યું છે,આ ટીમમાં ૭૭-જામનગર ગ્રામ્યના ભાજપના વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ,બી.એચ.ઘોડાસરા,ચંદ્રેશભાઇ પટેલ,અભયસિંહ ચૌહાણ,લગધીરસિંહ જાડેજા,જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ જેઠાલાલ અઘેરા,જિલ્લા ભાજપ મહામંત્રી ડો.વિનુભાઈ ભંડેરી,દિલીપસિંહ ચુડાસમા,ધવલભાઈ દવે,પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી,ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, બ્રિજરાજસિંહ,સુરેશભાઈ વસરા,ચંદ્રિકાબેન,મંજુલાબેન સહિતના હોદ્દેદારો આગેવાનોએ પોતાના જુસ્સાદાર પ્રવચન દ્વારા પૂનમબેનને જંગી બહુમતિથી ચુંટી કાઢવાની અપીલ કરી હતી,કાલાવડ તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ…પ્રમુખ સહિત ૯ સભ્યો ભાજપમાં જોડાયા
ધ્રોલના પટેલ સમાજ ખાતે પૂનમબેનની સભામાં રાષ્ટ્રવાદના વિકાસને સાથ આપવા માટે તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ સહિત 9 સભ્યો કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં જોડાયા જેમાં પ્રમુખ લીલાબેન વાઘેલા, ચેતનાબા જાડેજા,જેન્તીભાઈ ચંદ્રપાલ,ધીરુભાઈ સાવલિયા,ક્રિષ્નાબા જાડેજા,મુકેશભાઈ નંદાણીયા,અશ્વિનભાઈ હિરપરા,કિરણબેન સખીયા,કૌશલ્યાબેન ચોવટીયા ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે. કાલાવડ તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને ધ્રોલ મહિલા મોરચાના મહિલા અગ્રણી મરીયમબેન પણ ભાજપમાં જોડાયા હતા.
