mysamachar.in-જામનગર
જામનગર મા આર્થિક ભીસ અને બેરોજગારીને કારણે એક બાદ હતાશ થયેલા લોકો મોતની સોડ તાણી રહ્યાના કિસ્સાઓમાં વધુ એક કીસ્સોં સામે આવ્યો છે,જામનગર શહેરના નાગેશ્વરના બરફના કારખાના નજીક વસવાટ કરતાં અજય લક્ષ્મણભાઈ ઢાપા નામના ૩૧ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે,
આ આત્મહત્યા પાછળનું કારણ અજય ને લાંબા સમયથી કોઈ કામધંધો મળતો ના હોય અને અજય સતત આર્થીક ભીસ નો સામનો કરી રહ્યો હોય અને સતત ટેન્શન વચ્ચે અંતે કંટાળી જઈને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનો વધુ એક કરુણ બનાવ જામનગરમાં સામે આવ્યો છે.