mysamachar.in-જામનગર
મહાનગરપાલિકા ની સ્થિતિ ભલે આર્થિક કંગાળ હોય છતાં પણ ખર્ચ કરવામા પાછુ વળી ને જોવાનું તો શાશકો નામ જ નથી લેતા,મનપા જામનગર શહેરના ટ્રાફિક સિગ્નલો પાછળ ભૂતકાળમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી ચુકી છે અને તેનું પરિણામ શું આવ્યું તે પણ બધા જાણે છે,સિગ્નલો લાગી ગયા બાદ જાળવણી ના અભાવે આ સિગ્નલો શોભાના ગાંઠીયા સમાન બની જાય છે અને હાલમાં પણ બની ચુકેલા છે,
ત્યારે મનપાના શાશકો ને વધુ એક વખત પ્રજાના પૈસાનો વેડફાટ કરવાનું નક્કી કર્યું હોય તેમ હયાત સિગ્નલો ને રીપેર્રીંગ અને મેઇન્ટેનન્સ માટે ૧૦.૧૩ લાખ જયારે શહેર ના ચાર નવા લોકેશન જેમાં નાગનાથ ગેટ ચોકડી,જનતા ફાટક,એરફોર્સ-૨ નજીક સર્કલ,અને લાલવાડી ચોકડી પર ટ્રાફિક સિગ્નલો લગાવવા સાથે મેઇન્ટેનન્સના કામ ના ૪૯.૪૯ લાખ આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજુર કરી દેવામાં આવ્યા છે,
આમ આજે સ્ટેન્ડીંગમા અડધા કરોડ ઉપરાંત નો ખર્ચ તો મંજુર કરી દેવામાં આવ્યો પણ જો ટ્રાફિક સિગ્નલો સુવ્યવસ્થિત ચાલશે નહિ તો વધુ એક વખત પ્રજાના પૈસાનું પાણી થઇ જશે તે વાત નિશ્ચિત છે.