Mysamachar.in-જામનગર:
જામનગરમાં વધુ એક વિદ્યાર્થીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે, કાલાવડ નાકા બહાર વિસ્તારમાં વસવાટ કરતા એક કોલેજિયન વિદ્યાર્થીએ આજે બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે,
વિદ્યાર્થીના આપઘાતના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર, કલ્યાણ ચોકમાં વસવાટ કરતાં મનહરભાઈ પંડ્યાના યુવાન પુત્ર પ્રિયાંક પંડયાની 27 વર્ષની બહેન બીમારી સબબ થોડા સમય પૂર્વે અવસાન પામેલ હોય, ત્યારથી આ યુવાન ગુમસુમ રહેવા લાગ્યો હતો અને પોતાની બહેનના આઘાતમાં કોલેજના અભ્યાસ દરમ્યાન એટીકેટી આવી હતી. આ તમામ કારણોસર જામનગરના આશાસ્પદ યુવાને આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,આપઘાતના આ બનાવ અંગે આગળની તપાસ દરબારગઢ ચોકીના PSIને સોંપવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.