Mysamachar.in-સુરત:
સુરતના કતારગામ વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટના કારણે સ્થાનિક લોકો રોષે ભરાતા પોલીસને બાતમી આપીને આ સ્થળ પર દરોડા પડાવ્યા હતા,દરમ્યાન પોલીસે આ સ્થળ પર રેઇડ કરતા બે લલનાઓ અને એક ગ્રાહકને ઝડપી લેવામાં આવ્યા હતા,ત્યારે સ્થાનિક રહેવાસીઓના ટોળા એકઠા થઈને આ દેહવેપારના ધંધાને લઈને રોષ ઠાલવ્યો હતો,
આ સેક્સ રેકેટની વિગત એમ છે કે, આજે સુરતના કતારગામ જૂના પોલીસ સ્ટેશનની સામે એપાર્ટમેન્ટના એક રૂમમાં છેલ્લા ઘણા સમયથી દેહવેપાર ચાલતો હતો.જેનાથી સ્થાનિક લોકો નારાજ હોય આ દૂષણ સામે અવાજ ઉઠાવીને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસની એક ટીમે એપાર્ટમેન્ટમાં દરોડા પાડતા એપાર્ટમેંટના રૂમમાંથી બે લલના અને એક ગ્રાહકને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા,અને સ્થળ પરથી જરૂરી મુદ્દામાલ કબ્જે કરીને હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.