Mysamachar.in-સુરત:
દેશના અર્થતત્રમાં નવી ચલણી નોટો આવ્યા બાદ પણ ક્યાંકને ક્યાક તેનું ડુપ્લિકેશન અટકી ના રહ્યું હોય તેમ અલગ-અલગ જિલ્લાઓમાંથી અલગ-અલગ દરની જાલીનોટો ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, તેવામાં બે શખ્સોને ડુપ્લીકેટ ચલણી નોટ સાથે અમરોલી પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા ૨ હજારના દરની ૪૩ ડુપ્લીકેટ નોંટ કબ્જે કરી છે,
સુરતની અમરોલી પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો ડુપ્લીકેટ નોટ વટાવવાના ઇરાદે સ્વીટ હોમ ચાર રસ્તા નજીક છે. જે બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેઓની તપાસ કરતા બંને શખ્સોના કબ્જામાંથી રૂપિયા ૨ હજારના દરની ૪૩ ડુપ્લીકેટ ચલણી નોટ કબ્જે કરી હતી,
પોલીસ પુછપરછમા તેઓએ પોતાના નામ ઇશ્વર કાકડીયા તથા અંકિત લાઠીયા જણાવ્યુ હતુ. તેમજ તેઓ ડુપ્લીકેટ નોટ વટાવવાના ઇરાદે બજારમા ફરી રહ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. હાલ અમરોલી પોલીસે આ ડુપ્લીકેટ નોટ ક્યાથી અને કોના દ્વારા આવી હતી તેમજ ક્યા વટાવવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.