Mysamachar.in-સુરત:
રાજયમાં વધી રહેલ હનીટ્રેપના કિસ્સામાં વધારો થયો છે,અને વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે,જેમાં યુવકના યુવતી સાથે અર્ધનગ્ન અવસ્થામાં ફોટાઓ પાડી અને તેને બ્લેકમેલિંગ કરનાર ત્રણ શાખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,હનીટ્રેપની સામે આવેલ ઘટનામાં એક યુવતી દ્વારા યુવકને ફોન પર મિત્રતા કરીને ફસવામાં આવ્યો હતો.
એટલુ જ નહીં પણ યુવક સાથે યુવતીએ અર્ધનગ્ન ફોટો પાડી વારંવાર બ્લેકમેલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી કુલ ૪.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.જેમાં એક વકીલ મહિલા સહિત ત્રણ લોકો સામેલ હતા,બનાવને પગલે ભોગ બનનાર યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે હનીટ્રેપ કેસમાં એક આરોપીને પકડી પાડીને અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.