Mysamachar.in-સુરત
રાજ્યમાં તસ્કરોના નિશાને હવે એટીએમ મશીનો આવવા લાગ્યાં હોય તેમ લાગે છે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમા ગામે આવેલ ડિસ્ટ્રીક બેકના એ.ટી.એમને તસ્કરોએ નિશાન બનાવી 7.44 લાખની ચોરી કરી ફરાર થઈ જતા કિમ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી. ટકાર ગામે ખરીદ વેચાણ સંઘના કમ્પાઉન્ડ માં સુરત ડિસ્ટ્રીક બેક આવેલી છે અને આ બેકનું એ.ટી.એમ પણ નજીક આવેલ છે. જ્યાં રાત્રની સમયે ત્રણ બુકાનીધારી શખ્સો એ.ટી.એમમાં ઘુસી એ.ટી.એમ બહાર લાવી રૂપિયા ભરેલ બોક્ષ ત્રિકમ વડે બહાર કાઢી રૂપિયા ભરેલા બોક્સ લઇ નહેર પાસે ગયા હતા ત્યાં બોક્સ તોડી 7.44 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે ડોગ સ્કોર્ડ,એફ.એ.સેલ ની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.