Mysamachar.in-જામનગર
હાલ કોરોનાનો ભરડો તોબા પોકારાવે છે અને હવે તો ફેફસા કે ગળાની તકલીફ સાથે ઉલટી ઝાડા પેટના દુખાવા વગેરે લક્ષણ પણ કોરોનાના હોય પણ શકે તેવી સ્થિતિ છે, ત્યારે હાલના હવામાને ચિંતા ઉપજાવી છે કેમકે આ સીઝનમા અમસ્તાય શરદી ઉધરસ વાયરલ વગેરે તો થાય તો લોકો કેવી રીતે નક્કી કરી શકે? ચોમાસામા પાણીજન્ય એવા ઝાડા, કોલેરા, ટાયફોઇડ, મચ્છરજન્ય મેલેરીયા ડેંગ્યુ તેમજ પેટની તકલીફ પાચનની તકલીફ ટુટ કળતર માથા સહિત દુખાવા કે શરીર ઝકડાવુ વગેરે અને ચામડીની તકલીફો માથુ ઉચકે છે તો પછી એક તરફ કોરોનાનુ ધ્યાન રાખવુ કે આ બધી બિમારીથી બચવુ? એ લોકોનો સવાલ છે,
પરંતુ એક વાત ચોક્કસ છે કે સામાન્ય તાવ આવે તો પણ અવગણવો નહી તેમ આરોગ્ય વિભાગે કહ્યુ છે તાવ શરદી શ્વાસમાં તકલીફ વગેરેમા તરત જ તપાસ કરાવવી કેમકે કોરોના થાય અને તેના વાયરસનો હેવી લોડ શરીરમા હોય તો એકાએક ગંભીર થઇ જવાય તેમજ જે ગંભીર થયા છે. તેવા દર્દીનુ દુખ સાભળી અમસ્તુ પણ સચેત થઇ જવાય તેમ અનેક કોરોના દર્દીઓના સ્વજનો કહે છે,.. ખાસ તો બહારનુ વાસી કે ઉઘાડુ ન ખાવુ પાણી ઉકાળીને પીવુ માસ્ક જાડુ પહેરવુ લોકોને અડકીને ન રહેવુ ડીસ્ટન્સ રાખવુ કેમકે જેને કોરોના નથી તે કોરોના કેરીયર પણ હોય તેમા વાયરસ હોય તે બીજાને લાગી શકે છે, ઉપરાંત રોજ ગરમ પાણી હળદરવાળુ પાણી કે દુધ કે ઉકાળો કે તુલસી કે સુંઠ વગેરેના પ્રયોગ કરવા તે માટે માહિતિ મેળવવી તેમજ બને તો એસી કુલર વગેરેના ઉપયોગ ઓછા કરવા ખુલ્લામા રહેવુ ગીચ વિસ્તાર કે ગીરદીમા જવાનુ ટાળવુ જો કે ગીરદી કરવાની જ મનાઇ છે કોઇ જ્યા ત્યા થુકે તો દુર રહેવુ જો કે જાહેરમા થુકવાની પણ મનાઇ છે, એકંદર કોરોના ની કેદ કરતા સાવચેતી દરેક પ્રકારે અનેક દરેક સમયે જરૂરી છે.