Mysamachar.in-સુરતઃ
સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવનાર વેવાઇ-વેવાણ ફરી ભાગી ગયાની વાત વાયુવેગે સુરત શહેરમાં ફરતી થઇ છે. આ બાબતે હજુ બંનેના પરિવારજનો તરફથી જોઇ પ્રતિક્રિયા આવી નથી પરંતુ બંને ફરીએકવાર ફરાર થઇ ગયા હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને શનિવારે ફરીથી ભાગી ગયા છે અને હવે સાથે રહેવાનો મક્કમ નિર્ધાર કરી લીધો છે કારણ કે તેઓ ભાગીને નાસિકનાં ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા ત્યારે આ ઘટના ફરીથી ચર્ચાનો વિષય બની છે. આ મામલો ફરીથી કામરેજ પોલીસ મથકમાં પહોંચ્યો છે.
ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ વેવાણને પતિએ સ્વિકારી નહીં તેથી પિયર જતી રહી હતી. બીજી તરફ વેવાઈને સમાજના લોકોએ સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ વેવાઈ વેવાણને ભુલી ન શકતાં આખરે 29મી ફબ્રુઆરીએ ફરી ભાગી ગયા અને નવેસરથી સંસાર માંડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.