Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ ફરજિયાત કરવામાં આવી છે. જેની વિરુદ્ધમાં વાલીઓએ હાઈકોર્ટમાં કરેલી અરજી દરમિયાન હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. 53 જેટલા વાલીઓએ આ નિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, જે બાળકને છ વર્ષ પુરા થવામાં એક દિવસ બાકી હોય તેમને પ્રવેશથી વંચિત ન રાખી શકાય.
જસ્ટિસ સંગીતા વિશેણે સરકારને આદેશ કર્યો હતો કે, જે બાળકોને 6 વર્ષ પૂરા થવામાં એક દિવસ બાકી હોય તો તેમને પ્રવેશથી વંચિત ન રાખી શકાય. હાઈકોર્ટે બાળકને પ્રવેશ અપાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, એક દિવસના કારણે બાળકનું આખુ વર્ષ ન બગાડી શકાય. અરજદાર પિતા તરફથી રજૂઆત કરાઈ હતી કે, રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન રુલ્સ 2012 ના રૂલ-3 ના સબ રૂલ (1) ને પણ પડકારવામા આવ્યો છે.