Mysamachar.in:અમદાવાદ
છેલ્લા બેક દિવસથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગે આજે બપોરે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં જણાવાયું છે કે રાજ્યમાં વધારે વરસાદ થવાની હાલમાં કોઈ શક્યતા નથી. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તી દ્વારા આગાહી કરતા આજે બપોરે જણાવાયુ છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી. છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા કેટલાક વિસ્તારોમાં જોવામાં આવી રહી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. આમ આગામી કોઈ વરસાદી સીસ્ટમ સક્રિય ના હોય ભારે વરસાદની હાલ કોઈ સંભાવના ના હોવાનું જાણવા મળે છે.