mysamachar.in-જામનગર
જામનગર:એક તરફ દેશમાં ઉર્જા બચાવો ના નારાઓ લાગે છે..અને ઉર્જાનો બચાવ થાય તેના માટે સરકાર દ્વારા એલઈડી બલ્બ સહિત ના ઇલેક્ટ્રિક ઉપકરણો નું પણ રાહતદરે વિતરણ કરવામાં આવે છે….શહેરમા નાખવામાં આવેલ સ્ટ્રીટલાઈટો માં પણ ઉર્જા નો બચાવ થાય તે માટે જામનગર મનપા દ્વારા થોડાસમયપૂર્વે સોડીયમ સ્ટ્રીટલાઈટો ને એલઈડી લાઈટમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું…અને ઉર્જાનો વ્યય ના થાય તે મહાનગરપાલિકા નો ઉદેશ હતો..આ ઉદેશ ને લઈને કોઈ શંકા ના હોય શકે પણ ઉર્જા બચાવવા ના અભિયાન વચ્ચે જ ઉર્જા નો બગાડ થાય તો આ પ્રોજેક્ટ કેટલો સાર્થક ગણવો..???
અહી વાત છે જામનગર ના અંબાવિજયસોસાયટી ની જ્યાં કેટલીય વખત એવું બને છે કે સાંજ ના અંધારું થાય ત્યાંથી માંડીને મોડીરાત સુધી આ આખોય વિસ્તાર અંધારપટમાં છવાયેલો હોય છે…એવામા કેટલાય દિવસોમાં અહી એવું પણ બને છે જયારે દિવસના અંજવાળામા આ વિસ્તારની લગભગ એલઈડી લાઈટો ઝળહળતી જોવા મળતા સ્થાનીકોમાં પણ સવાલો એ ઉઠી રહ્યા છે કે જયારે સાંજે ખરાઅર્થમાં જયારે લાઈટો ની જરૂરિયાત હોય ત્યારે સમયસર લાઈટો થતી નથી..અને દિવસ આખોય ઝળહળતી એલઈડી ઉર્જા બચાવ અભિયાન ને કેટલું સાર્થક કરે છે તે સમજી શકાય તેવી વાત છે..
આ બાબતે હું આજે જ તપાસ કરાવીશ:ઇન્ચાર્જ ડેપ્યુટીકમિશ્નર:મુકેશ કુંભારાણા
ધોળે દિવસે લાઈટો ચાલુ રહે અને વીજળીના વ્યયના મામલે જયારે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ જણાવ્યું કે એલઈડી લાઈટોનો નીભાવ કોન્ટ્રાક્ટર કરે છે..જયારે તેનું બીલ દ્વારા મનપા દ્વારા ચુકવવામાં આવે છે..અને દિવસે લાઈટો ચાલુ રહેવા બાબતે હું આજે જ તપાસ કરાવીશ…લાઈટો ટાઈમીંગ મુજબ સેટ કરેલ હોય છે..તેમાં કોઈ ખામી સર્જાઈ હોય તો આવું બને…