Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં ફરી એક વખત લમ્પિ વાયરસથી થતો રોગ દેખાયો છે. જો કે આ વખતે આ રોગનો વ્યાપ મોટો ન હોવાથી થોડી રાહત છે, આ બાબતે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે.
પશુઓમાં ચામડી પર દેખાતો આ રોગ એક ખતરનાક રોગ છે. બે વર્ષ અગાઉ આ રોગને કારણે રાજ્યમાં ઘણાં પશુઓ મોતનો શિકાર બન્યા હતાં. આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓમાંથી આ રોગ અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.
દરમ્યાન, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આ રોગ સંબંધે જણાવ્યું છે કે, રાજ્યના 8 જિલ્લાઓ આ વાયરસથી પ્રભાવિત થયા છે. જેમાં અત્યાર સુધીમાં 300 કેસ નોંધાયા છે. જે પૈકી 250 પશુઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 8 પશુઓના મોત થયા છે. 8 પૈકી 4 જિલ્લાઓમાં રોગ હવે નિયંત્રણમાં છે. પશુપાલન વિભાગે આ રોગના ફેલાવાને અટકાવવા રસીકરણ અભિયાન શરૂ કર્યુ છે.