Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. જેના અનુસંધાને અગ્ર સચિવ હારિત શુક્લા તેમજ પ્રભારી સચિવ એમ. એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે તેમજ જાહેરસભાને સંબોધશે. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે અગ્ર સચિવ દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કામગીરીની સમીક્ષા કરી હતી. આ તકે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.