Mysamachar.in-રાજકોટ
ફરી એક વખત ખાદ્યતેલોની કિમતમાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થવાથી સામાન્ય લોકોને તેની ખુબ મોટી અસરો થતી હોય છે કપાસીયાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કે, સીંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે ભાવમાં વધારો થતા સીંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા જયારે કપાસિયા તેલના ભાવ 1740 સુધી પહોચ્યો છે.(symbolic image)
