Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રના દરિયાકિનારે પ્રથમ વખત દરિયાના પેટાળમાંથી ઓઈલ અને ગેસ શોધી કાઢવા તથા ઉલેચવા શારકામ થશે. આ માટે સરકારની માલિકીની કંપની ONGC, રિલાયન્સ અને BP(આલ્ફા) નામની કંપની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા છે, આ ડીલ ONGCની ઓફિસમાં થઈ.
સૌરાષ્ટ્ર બેસિન નામનો આ વિસ્તાર 5,454 ચોકિમી માં પથરાયેલો છે. આ બ્લોકમાં શારકામ માટેનું લાયસન્સ આ કંપનીઓને ગત્ વર્ષે જ અપાઈ ગયેલું. કરાર હવે થયા. આ ડીલમાં ONGC ઓપરેટર તરીકેની ભૂમિકા ભજવશે. રિલાયન્સ પાસે ઉર્જાનું ઈન્ફ્રાસ્ટ્રકચર છે અને બીપી કંપની ગ્લોબલ લેવલે આ દરિયાઈ શારકામમાં નિષ્ણાંત છે. અહીં ઓઈલ-ગેસ પ્રાપ્ત થશે અને કોમર્શિયલ ધોરણે ઉત્પાદન શરૂ થઈ જશે ત્યારે ભારત સરકારનું ઓઈલ-ગેસ આયાત બિલ ઘટી શકશે. હાલમાં ભારતનું ઓઈલ આયાત બિલ 220 અબજ ડોલરનું હોવાનું સૂત્ર જણાવે છે.