Mysamachar.in
પાટણના સિદ્ધપુરમાં નર્સિંગ કોલેજના એક પ્રિન્સિપાલ વિરુદ્ધ વિદ્યાર્થિનીઓની છેડતી કરવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. અહીં હોસ્ટેલમાં રહેતી બીજા વર્ષની કેટલીક વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ દ્વારા હેરાન કરી, વોટ્સએપ પર મોડી રાતે પ્રિન્સિપાલ મેસેજ કરી ''તારી ફિગર મસ્ત છે. તારા સ્ટેટસમાં તું મસ્ત લાગે છે'' જેવા અભદ્ર મેસેજ કરવામાં આવે છે. આ અંગે અનેક રજૂઆતો કરી છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે અંતે ના છૂટકે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર ધરણા શરૂ કરી લંપટ પ્રિન્સિપાલને જૂતાથી માર મારવા તથા હટાવવાની માગ કરી છે.હોબાળો છતા પ્રિન્સિપાલ કોલેજ આવ્યા ન હતા,
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ અનિલ નાયકે આક્ષેપો અંગે પ્રિન્સિપાલ સામે બે સભ્યોની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું કહ્યું હતું. ફરી વિવાદમાં આવતા પ્રિન્સિપાલનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક ગુજરાતી ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલે વર્ષ 2005-2006 માં અમદાવાદ નર્સિંગ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતા ત્યારે હોસ્ટેલમાં ઘુસી જઈ વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. જેમાં પરિવારજનોની રજુઆત સાથે મામલો ઉગ્ર બનતા વહીવટી વિભાગ દ્વારા તેની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 2012માં જામનગર નર્સિંગ કોલેજમાં પણ 5થી 6 વિદ્યાર્થિનીઓના મોબાઈલમાં SMS કરી આઈ લવ યુ, તેમજ પ્રપોઝ કાર્ડ મોકલી હેરાન કરતો હતો તેમજ વિદ્યાર્થીઓ પાસે માર્ક્સ માટે પૈસાની માંગણી કરતો હોવાનું જણાતા વાલીઓ પ્રિન્સિપાલને મારવા દોડ્યા હતા ત્યારે તે 42 દિવસ સુધી રજા પર ઉતરી ગયો હતો અને ત્યાંથી પણ બદલી કરી દેવામાં આવી હતી. અત્યારસુધીમાં આ પ્રિન્સિપાલ 18 સ્થળોએ નોકરી કરી ચૂક્યો હોવાનું પણ બહાર આવ્યું છે.