Mysamachar.in-જામનગર:
જામનગરના લાખાબાવળમાં આવેલ એક ખાનગી કોલેજના સંચાલકો દ્વારા કરવામાં આવતી મનમાનીને લઈને મામલો ગરમાયો છે અને NSUI દ્વારા આ મામલે પોલીસ અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીને કોલેજ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. NSUIએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના વીસીને સંબોધીને કરેલ રજૂઆતમાં આ સંસ્થા પર આરોપો લગાવવામાં આવ્યા છે કે…. મીનાક્ષીબેન દવે બી. એડ. કોલેજનાં સંચાલક જયવીનભાઈ દવેના વિરૂધ્ધમાં સોલંકી ફોરમ નામની વિદ્યાર્થીની અને લખાના કુરકાન નામના વિદ્યાર્થીએ અમોને અમારા વિદ્યાર્થી સંગઠન NSUI માં લેખીત ફરીયાદ કરેલ છે કે ઉપરોકત કોલેજમાં બી.એડ કોર્સમા ચાલુ વર્ષે એડમીશન મેળવવા માટે પ્રક્રીયા કરેલ હતી પરંતુ એડમીશનની પ્રક્રીયા કોલેજ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નહતી. છતા પણ એડવાન્સ પેટે15000 રૂપીયા તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ કોલેજમાં જમા કરાવેલ હતા જેમાથી વારંવારની રજુઆત બાદ ડોકયુમેન્ટ પરત કર્યા પરંતુ ફી પરત કરેલ નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીપત્ર કરીને જાણ કરી છે કે UGC ની ગાઈડલાઈન મુજબ કોઈ વિદ્યાર્થી એડમિશન કેન્સલ કરાવે તો તમામ ફી રિફંડ કરવી પરંતુ… ઉપરોકત કોલેજ વિદ્યાર્થીઓની ફી પરત ના કરવી ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ કોલેજમાં રાખવા ડોનેશનો લેવા વિદ્યાર્થીઓને હેરાન કરવા આ તમામ પ્રવૃતી કરતા હોય કોઇપણ વિદ્યાર્થીના ઓરીજનલ ડોકયુમેન્ટ કોઈ કોલેજ રાખી શકે નહિ પરંતુ જો અહી જો ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ્સ પણ કોલેજ પાસેથી જ મળે જે ખુબ ગંભીર વાત છે.
ઉપરોકત કોલેજમાં પૂરતો સ્ટાફ પણ નથી ફકત કાગળ પર નામ ચાલુ હોઇ તેવા અધ્યાપકો છે. મેનેજમેન્ટ કોવોટાના નામ પણ ડોનેશન પણ ઉઘરાવવામાં આવે છે. આવી તો અસંખ્ય ફરિયાદ છે જેની તપાસ કરવાની તાતી જરૂર હોવાનો રજુઆતમાં આરોપ સહ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. . આ ઉપરાંત યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફખાન પઠાન અને મહિપાલસિંહ જાડેજા વગેરેએ આ મામલે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં પણ અરજી કરીને વિદ્યાર્થીને ન્યાય અપાવવા અને જવાબદારો સામે પગલા લેવા રજૂઆત કરી છે. આ મામલે my samachar દ્વારા સંચાલક જ્યવીન દવેનું શું કહેવું છે..? તે જાણવા ટેલીફોનીક પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી પણ તેવોનો પ્રત્યુતર મળેલ નથી.