mysamachar.in-જામનગર
જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ રેન્જ આઈ.જી.સંદીપસિંઘ ના હસ્તે જામનગર જીલ્લા પોલીસને આધુનિક સિસ્ટમ થી સજ્જ ચાર બાઈકો અર્પણ કરવામાં આવ્યા છે,આ બાઈકો ટ્રાફિક નીયમન,પેટ્રોલિંગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ખુબ જ ઉપયોગી બનશે તેવી આશા આઈ.જી.એ વ્યક્ત કરી હતી,
આ બાઈકોની વિશિષ્ટતા એ છે કે જીપીઆરએસ સિસ્ટમ,વોકીટોકી,આગળ અને પાછળ કેમેરાઓ થી સુસજ્જ છે,અને જામનગર જીલ્લા કંટ્રોલ રૂમ સાથે સીધા જ સંપર્ક મા આ બાઈકની સિસ્ટમ રહેશે..આમ હવે જામનગરના રસ્તાઓ પર પીસીઆરવાન ની સાથે સાથે જ આ બાઈક પણ આજથી જોવા મળશે.