Mysamachar.in-ગાંધીનગર
આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના ક્લાસ ખૂલ્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે બાળકોની હાજરી ખૂબ સંતોષકારક છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે જણાવી દીધું છે. એટલું જ નહીં, કોરોના વખતથી બંધ ટ્યૂશન ક્લાસિસને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટ્યૂશન ક્લાસિસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ થશે. આ સાથે જ હવે ધોરણ 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા સરકારની પરમિશન મળી ગઈ છે. જો કે શૈક્ષણિક કાર્યો શરુ થશે તેમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન અનિવાર્ય રહેશે.